________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
શુકનીતિ.
विक्रयादानसम्बन्धे क्रीत्वा धनमनिच्छति । साक्षिभिलिखितेनाथ भुक्त्या चैताप्रसाधयेत् ॥ २६ ॥
ભૂમિ વગેરે સ્થાવર ધન સંબંધી વિવાદમાં, બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે જાતિ મંડળમાં, મંડળમાં તથા જનસમૂહના વિવાદમાં, ચાકરેને પગાર આપે કે નથી આપ્યો તેના વિવાદમાં, અમુક ધનને કોણ ધણી તે વિષેના વિવાદમાં, વેચાતી વસ્તુ આપ્યા છતાં ન આપવાના વિવાદમાં, અને વેચાતું લઈને ન લેવાના વિવાદમાં–સાક્ષિ, લેખપ તથા ભગવટાપરથી નિર્ણય કરવો. ર૬૫-૬૬
विवाहोत्सवातेषु विवादे समुपस्थिते। साक्षिणः साधनं तत्र न दिव्यं न च लेख्यकम् ॥ २६७॥ વિવાહમાં, ઉત્સવમાં તથા જુગારમાં જ્યારે વિવાદ આવી પડે ત્યારે તેમાં સાક્ષીને જ પ્રમાણ ગણવા, પણ દિવ્ય કે લેખિત પુરાવાને માન્ય કરવા નહીં. ર૬૭
द्वारमार्गक्रियाभोग्यजलवाहादिषु तथा । भुक्तिरेव तु गुर्वी स्यान्न दिव्यं न च साक्षिणः ॥ २६८॥
બારણું મુક્વાના વિવાદમાં, રસ્તો કાઢવાના વિવાદમાં, ભોગ્ય વસ્તુને ભોગવટે કરવાના વિવાદમાં, તથા ખાળ મેરીમાંથી પાણું વગેરે કાઢવાના વિવાદમાં, ભગવટે મેટે પુરા ગણવા. દિવ્ય પ્રમાણને કે સાક્ષીયોને પ્રમાણુ ગણવા નહીં. ૨૬૮
यद्येको मानुषीं ब्रूयादन्यो ब्रूयात्तु दैविकीम् । मानुषर्षी तत्र गृहीयान्न तु दैवी क्रियां नृपः ।। २६९॥
જે એક મનુષ્ય કિક સાધને લેવા માટે કહે અને બીજે દિવ્ય સાધને લેવાનું કહે તે રાજાએ લૈકિક સાધને ગ્રહણ કરવાં, પણ દિવ્ય સાધને ગ્રહણ કરવાં નહીં. ર૬૯
यद्येकदेशप्राप्तापि क्रिया विद्येत मानुषी।
सा ग्राह्या न तु पूर्णापि दैविकी वदतां नृणाम् ।। २७०॥ દાવાના કેટલાક ભાગને લૈકિક સાઘને મળતાં હોય, પણ દિવ્ય સાધન સઘળે અંશે મળતાં હોય તે પણ, દિવ્ય સાધન સ્વીકારવાં નહીં, પણ લૈકિક સાધને ગ્રહણ કરવાં. ર૭૦
प्रमाणैर्हेतुचरितैः शपथेन नृपाज्ञया । वादिसंप्रतिपत्त्या या निर्णयः षविधः स्मृतः॥२.१॥
For Private And Personal Use Only