________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
कालं देशं च विज्ञाय कार्याणां च बलाबलम् ।
अकल्यादीनपि शनैर्यानैराहानयनुपः ॥ १०८ ॥ રાજાએ સમય, દેશ તથા કાર્યની ગેરવતા લાઘવતા ઉપર વિચાર કરી, રાગી વિગેરે મનુષ્યોને પાલખી આદિક વાહન દ્વારા હળવે હળવે રાજ સભામાં લાવવા. ૧૦૮
ज्ञात्वाभियोगं येऽपि स्युर्वने प्रव्रजितादयः । तानप्याहुनयेद्राजा गुरुकार्येप्वकोपयन् ॥ १०९॥
જે મનુષ્યો અપરાધ થ સમજી વનમાં જઈને સંન્યાસી, બ્રહ્મચારી વગેરે આશ્રમ ગ્રહણ કરે તે પણ રાજાએ તેઓને મોટા દાવાઓમાં પ્રસન્ન કરીને બેલાવવા. ૧૦૯
व्यवहारानभिज्ञेन ह्यन्यकार्याकुलेन च । प्रत्यर्थिनार्थिना तज्ज्ञः कार्यः प्रतिनिधिस्तदा ॥११०॥
વાદી તથા પ્રતિવાદી દાવાના વિષયમાં કુશળ ન હોય અથવા બીજા કામમાં ગુથાયા હોય, ત્યારે તેમણે પિતાના તરફથી વ્યવહારવેત્તા (વકીલ) મનુષ્યને પ્રતિનિધિ બનાવ. ૧૧૦
अप्रगल्भजडोन्मत्तवृद्धस्त्रीबालरोगिणाम् । पूर्वोत्तरं वदेद्वन्धुर्नियुक्तो वाथवा नरः ।। १११ ॥
ફાઈ વગેરેના પુત્રએ અથવા તો પ્રતિનિધિ મનુષ્યોએ બુદ્ધીહીન, મૂર્ખ, ગાડા, ઘરડા, સ્ત્રી, બાળક, અથવા તો રેગી એવા વાદી કે પ્રતિવાદીમાંના ગમે તેના તરફથી રાજસભામાં પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ કરવા. ૧૧૧
पिता माता सुहृवन्धुभ्रीता सम्बन्धिनोऽपि च । ।
याद कुर्युरुपस्थानं वादं तत्र प्रवर्त्तयेत् ॥ ११२ ॥ પિતા, માતા, મિત્ર, બંધુ, ભાઈ તથા સંબંધોમાં કોઈ પણ મનુષ્ય આપણું ઉપર અપરાધ મૂકે તે તેના ઉપર રાજસભામાં વિવાદ ચલાવો. ૧૧૨
यः कश्चित्कारयत्किञ्चिन्नियोगाद्येन केनचित् । तत्तेनैव कृतं ज्ञेयमानिवार्यं हि तत्स्मृतम् ॥ ११३ ॥
હરકોઈ મનુષ્ય, હરકોઈ પણ મનુષ્યની આજ્ઞાથી કંઈ કામ કરે છે તે કામ આજ્ઞા કરનારાએજ કર્યું છે એ સમજવું, અને તેના તરફ જ ગ્રહણ કરવું. ૧૧૩
For Private And Personal Use Only