________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદીનાં લક્ષણ...
૨૯૫
स पूर्वपक्षः सभ्यादिस्तं विमृश्य यथार्थतः ।
अर्थितः पूरयेद्वीनं तत्साक्ष्यमधिकं त्यजेत् ।। ९१ ।। વાદી રાજાને જે કહે છે તે આવેદનના નામથી ઓળખાય છે, અને પ્રાવિવાક વગેરેની આગળ જે કહે તે અખિલબોધન ભાષા કહેવાય છે; ને તે પૂર્વપક્ષ પણ કહેવાય છે. સભાસંદ આદિયે વાદીની પ્રાર્થના ઉપરથી પૂર્વપક્ષનો યથાર્થ રીતે વિચાર કરીને તેની સાક્ષી અધુરી હોય તો તેને પૂર્ણ કરવી અને વિશેષ હોય તો તેને કાઢી નાખવી. ૯૦-૯૧
वादिनश्चिहितं साक्ष्यं कृत्वा राजा विमुद्रयेत् ॥ ९२ ॥ રાજાએ વાદીના તરફની સાક્ષી લખી લઈ તેના ઉપર પોતાની મહેર છાપ મારવી. ૯૨
अशोधयित्वा पक्षं ये ह्युत्तरं दापयन्ति तान् । रागाल्लोभायाद्वापि स्मृत्यर्थे वाधिकारिणः। सभ्यादीन्दण्डयित्वा तु ह्यधिकारान्निवर्तयेत् ॥ ९३ ॥ જે અધિકારી, સ્નેહને લીધે, લોભને લીધે, અથવા તો ભયને લીધે પૂર્વપક્ષને યથાર્થ રીતે નિર્ણય કર્યા વિના પ્રતિવાદીને ઉત્તર આપે છે, તેવા સભ્યોને અથવા તો અધિકારીઓને તેનાં નિંદિત કમ સ્મરણમાં રહેવા માટે શિક્ષા કરીને અધિકાર ઉપરથી દૂર કરવા. ૯૩
ग्राह्याग्राह्यं विवादं तु सुविमृश्य समाश्रयेत् । सञ्जात पूर्वपक्षं तु वादिनं संनिरोधयेत् ॥ ९४ ॥ राजाज्ञया सत्पुरुषैः सत्यवाग्भिर्मनोहरैः । निरालसोङ्गतज्ञैश्च दृढशस्त्रास्त्रधारिभिः ॥ ९५ ॥ રાજાએ અમુક વિવાદ ગ્રહણ કરવા યોગ્ય છે કે અયોગ્ય છે તેને, સં. પૂર્ણ વિચાર કરીને લેવા યોગ્ય જણાય તો લે. ત્યાર પછી રાજાએ આજ્ઞા કરીને સત્યવાદી, દેખાવડા, આળસરહિત, અભિપ્રાય જાણનારા અને દઢ શસ્ત્ર તથા અસ્ત્રધારી સીપાઈઓદ્વારા, પૂર્વપક્ષ કરનારા (ગુન્હ) વાદીને કાચી જેલમાં રેકો. ૯૪-૯૫
वक्तव्येऽर्थे ह्यतिष्ठन्तमुत्क्रामन्तं च तद्वचः । आसेधयेद्विवादार्थी यावदाहानदर्शनम् ।
प्रत्यर्थिनं तु शपथैराज्ञया वा नृपस्य च ॥ ९६ ॥ વિવાદ કરવાની ઈચ્છાવાળા વાદીએ, વક્તવ્ય વિષયને છોડીને વિષયાંતરમાં જતા, પોતાનાં વચનોને એલંઘન કરતા પ્રતિવાદીને બેલાવે કે પછી તેનાં દર્શન
For Private And Personal Use Only