________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
શુક્રનીતિ. ૧ આજ્ઞા ઉલ્લંઘન, સ્ત્રી હત્યા, ૩ વર્ણસંકરતા, પરસ્ત્રી સમાગમ, ૫ ચોરી, * પતિવિના પરપુરૂષ દ્વારા સ્ત્રીને ગર્ભ રહે, ૮૩
वाक्पारुष्यमवाच्याद्यं दण्डपारुष्यमेव च । गर्भस्य पातनं चैवेत्यपराधा दशैव तु ॥ ८४ ॥
કઠિણ વચન, ૮ બેલી શકાય નહીં તેવા કઠોર વચનને પ્રગ, ૯ મહાશિક્ષા ૧૦ને ગર્ભપાત આ દશને અપરાધ ગણેલા છે. ૮૪
उत्कृती शम्यघाती चाप्यग्निदश्च तथैव च । राज्ञो द्रोहप्रकर्ता च तन्मूद्राभेदकस्तथा ॥ ८५ ॥ तन्मन्त्रस्य प्रभेत्ता च बद्धस्य च विमोचकः। अस्वामिविक्रयं दानं भागं दण्डं विचिन्वति ॥ ८६ ॥ पटहाघोषणाच्छादी द्रव्यमस्वामिकञ्च यत् । राजावलीढद्रव्यञ्च यच्चैवाङ्गविनाशनम् ॥ ८७ ॥ द्वाविंशति पदान्याहुनृपज्ञेयानि पण्डिताः॥ ८ ॥
૧ ઉદ્વેગ કરાવનાર, ૨ ધાન્યનો નાશ કરનાર, 3 ઘર તથા તૃણની ગંજી વગેરેમાં અગ્નિ મુકનાર, ૪ રાજાને દ્રોહ કરનાર, પ રાજાની મુદ્રાને નાશ કરનાર. * રાજાની ગુપ્ત વાર્તા પ્રકાશ કરનાર, ૭ કેદીને મુક્ત કરનાર, ૮ નિધણિયાતી વસ્તુને વેચવાની, કોઈને આપવાની, તેમાંથી ભાગ પડાવવાની કે તેને લુંટવાની ઈચ્છા કરનાર, ૯ ઢંઢેરાથી પ્રગટ થયેલી વાર્તાને ગુપ્ત રાખનાર, ૧૦ નિધણીયાતું ધન, ૧૧ રાજાધીન રહેલું પરધન, તથા ૧૨ અંગેનો નાશ કરવો-આ પ્રમાણે પ્રથમ ગણાવેલા દશ અપરાધ અને આ બાર અપરાધે મળીને બાવીસ અપરાધો રાજાએ જાણવા યોગ્ય છે, આમ પંડિત કહે છે. ૮૫–૮૮
વાદીનાં લક્ષણ. उद्वतः क्रूरवाग्वेशो गर्वितश्चण्ड एव हि । सहासनश्चातिमानी वादी दण्डमवाप्नुयात् ॥ ९ ॥ વાદી જે ઉદ્ધત, ક્રૂર શબ્દ બોલનાર, ઉદ્ધત વેશધારી, ગર્વિષ્ઠ, કેધી, ન્યાયાધીશની સાથે આસન ઉપર બેસી જનારે અને બહુ માની હોય તે તેને શિક્ષા કરવી. ૮૯
अर्थिना कथितं राज्ञे तदावेदनसंज्ञकम् । कथितं प्राड़िवाकादौ सा भाषाखिलबोधिनी ॥९॥
For Private And Personal Use Only