________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાય નીતિ.
૨૮૭
રાજા, નિમેલા સભાસદો, (પુર) ધર્મશાસ્ત્ર, ગણિતવેત્તા, લેખક, સુવર્ણ, અગ્નિ, જળ, ધન અને ચાકર આ દશ કાર્ય સિદ્ધિનાં અંગે છે. ૩૮
एतद्दशांगकरणं यस्यामध्यास्य पार्थिवः । न्यायान्पश्येत्कृतमतिः सा सभाध्वरसन्निभा ॥ ३९ ॥
શુદ્ધબુદ્ધિ રાજ, જે ન્યાયસભામાં, ઉપર જણાવેલી દશ વસ્તુને આશ્રય કરીને કાર્યોના નિર્ણય કરે છે તે સભાને યજ્ઞ સરખી જાણવી. ૨૯
दशानामपि चैतेषां कर्म प्रोक्तं पृथक्पृथक् । वक्ताध्यक्षो नृपः शास्ता सभ्या: कार्य परीक्षकाः ॥ ४० ॥ स्मृतिविनिर्णयं ब्रूते जपं दानं दमं तथा ॥ ४१ ॥ शपथार्थे हिरण्यग्नी अम्बु तृषितक्षुब्धयोः । गणको गणयेदर्थं लिखेन्न्याय्यं च लेखकः ॥ ४२ ॥
ઉપર જણાવેલા દશ અંગોનાં જુદાં જુદાં કાર્યો કહ્યાં છે. ન્યાય - ભામાં અધ્યક્ષ કાર્યના પરિણામને પ્રકાશ કરે છે, રાજા શિક્ષા કરે છે, સભાસદ કાર્યની પરીક્ષા કરે છે, ધર્મશાસ્ત્ર કામને નિર્ણય કરવામાં કામ લાગે છે તથા મંત્રોનો કેટલો ને કેમ જપ કરવો. દાનશું ને કેટલું દેવું તથા કેમ ઈદ્રિયનિગ્રહ કરવો તેનો ઉપદેશ કરે છે; એનું અને અગ્નિ સમ ખાવા માટે કામ લાગે છે, તથા પાણી તૃષાતુરને અને ગભરાયલાને પીવામાં કામ લાગે છે. ગણિતત્તા સારા નરસા દાવાઓની ગણત્રી કરે છે અને લેખક ન્યાય સભામાં ચાલતાં કામને લખે છે, ૪૦-૪૨
शब्दाभिधानतत्त्वज्ञौ गणनाकुशलौ शुची। नानालिपिज्ञी कर्तव्यौ राज्ञा गणकलेखकौ ॥ ४३ ॥
શબ્દ અને અર્થના તત્વને જાણનારા, ગણતરી કરવામાં નિપુણ, કપટ રહિત તથા અનેક જાતની લીપી જાણનારાને રાજાએ ગણક તથા લેખક સ્થાને નિમવા. ૪૩
ન્યાય નીતિ. धर्मशास्त्रानुसारेण ह्यर्थशास्त्रविवेचनम् । अत्राधिक्रियते स्थाने धर्माधिकरणं हि तत् ॥ ४४ ॥
જે સ્થાનમાં ધર્મ શાસ્ત્રને આધારે વ્યવહારશાસ્ત્રનું વિશેષ વિવેચન કરવામાં આવતું હોય તે સ્થાનને જ ધર્માધિકરણ (ન્યાયસભા) કહેવું. ૪૪
व्यवहारान्दिदृक्षुस्तु ब्राह्मणैः सह पार्थिवः । मन्त्रज्ञैर्मन्त्रिभिश्चैव विनीतः प्रविशेत्सभाम् ॥ ४॥
For Private And Personal Use Only