________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શુકનીતિ.
आश्रमेषु द्विजातीनां कार्ये विवदतां मिथः। न विब्रयान्नृपो धर्मे चिकीर्षुर्हितमात्मनः ॥ २० ॥ બ્રહ્મચર્ય આદિ આશ્રમમાં રહેલા બ્રાહ્મણ, પરસ્પર ધર્મકાર્ય માટે વિવાદ કરતા હોય ત્યારે, પોતાનું શ્રેય ઈચ્છનારા રાજાએ, વચ્ચે, વિરૂદ્ધ બોલવું નહીં.૨૦
तदस्विनां तु कार्याणि त्रैविधैरेव कारयेत् । मायायोगविदाञ्चैव न स्वयं कोपकारणात् ॥ २१॥ રાજાએ તપસ્વિના, માયાવિયેના, અને ગિના કાર્યને નિર્ણય વેદપારંગત પુરૂદ્વારાજ કરાવવો-પણ તેઓ કેધ કરે એમ માનીને પોતે કરવો નહીં–તેના કેપથી રાજકુળનો નાશ થાય છે. ૨૧
सभ्यग्विज्ञानसम्पन्नो नोपदेशं प्रकल्पयेत् । ૩wજ્ઞાતિરાાિનાં કુવાર્થતપાવનામ રર ! રાજ સારે બુદ્ધિમાન હોય તો પણ તેણે ઉંચી બતિના તથા સારા સ્વભાવવાળા ગુરૂઓને, આચાર્યોને અને તપસ્વીઓને ઉપદેશ આપ નહીં. ૨૨
आरण्यास्तु स्वकैः कुर्युः सार्थिका साथिकैः सह । सैनिकाः सैनिकरेव ग्रामेऽप्युभयवासिभिः ॥ २३ ॥ अभियुक्ताश्च ये यत्र यन्निबन्धनियोजनाः। तत्रत्यगुणदोषाणां त एव हि विचारकाः॥ २४ ॥ વનવાસી ભીલ આદિક લોકોએ પિતાના આરણ્યકોની સાથે મળીને, મંડળીવાળાઓએ મંડળીવાળાની સાથે મળીને અને સીપાઇઓએ પિતાના સૈનિકની સાથે મળીને પોતાની વચ્ચે અમુકને અધિપતિ નિમી કાર્થ નિર્ણય કરાવવો; તથા ગામના રહેવાસી ઉભય પક્ષના લોકોએ જે વિષયમાં જેઓને જે કાર્ય કરવા માટે નિમ્યા હોય તે લોકેજ ત્યાં આગળના ગુણો તથા દેને નિર્ણય કરે. ૨૩-૨૪
સભાધિવેશન વ્યવસ્થા. राजा तु धार्मिकान्सभ्यान्नेयुङ्ग्यात्सुपरीक्षितान् । व्ववहारधुरं वोढुं ये शक्ताः पुंगवा इव ॥ २५ ॥ બળદ જેમ ખુસરી ઉપાડી શકે, તેમ જે પુરૂષે રાજ્ય કાર્યભારની જુસરી ઉઠાવી શકે અને ધર્મનિષ્ઠ હોય તેવાની રાજાએ સારી રીતે પરીક્ષા કરવી. તે જે ધમઠ અને વ્યવહારનિપુણ જણાય તો તેઓને સભાસદ બેનાવવા. ૨૫
For Private And Personal Use Only