________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८२
શુક્રનીતિ. नैकः पश्येच्च कार्याणि वादिनोः श्रृणुयाद्वचः । रहास च नृपः प्राज्ञः सभ्याश्चैव कदाचन ॥ ६ ॥ કેળવાયેલા રાજાએ અને ન્યાય સભાસદોએ કઈ દિવસ એકાંતમાં વાદી અને પ્રતિવાદીના વ્યવહારોને (દાવાને) તપાસવા નહીં; તથા તે બન્નેનુ બલવું પણ સાંભળવું નહીં. ૬
पक्षपाताधिरोपस्य कारणानि च पञ्च वै । रागलोभभय रेषा वादिनोश्च रह:श्रुतिः ॥ ७ ॥
પ્રેમ, લોભ, ઉભય, ૪ષ તથા વાદી પ્રતિવાદીનું એકાંતમાં ભાષણશ્રવણ-આ પાંચ વસ્તુ પક્ષપાતના આરોપનાં કારણો છે. ૭
पौरकार्याणि यो राजा न करोति सुखे स्थितः । व्यक्तं स नरके घोरे पच्यते नात्र संशयः॥॥
જે રાજા સુખમાં આસક્ત થઈને નગરજનનાં કાર્યોને પાર પાડતો નથી, તે રાજા પ્રત્યક્ષ ઘોર નરકમાં પડે છે તે નિ:સંદેહ છે. ૮
यस्त्वधर्मेण कार्याणि मोहात्कुर्यान्नराधिपः । अचिरात्तं दुरात्मानं वशे कुर्वन्ति शत्रवः ॥ ९ ॥ જે રાજા મોહથી અધર્મનાં કાર્ય આરંભે છે, તે દુરાત્મા રાજાને શત્રુઓ થોડા દિવસમાં વશ કરે છે. ૯
अस्वर्या लोकनाशाय परानीकभयावहा । आयुर्वीजहरी राज्ञामस्ति वाक्ये स्वयं कृतिः ॥ १० ॥ तस्माच्छास्त्रानुसारेण राजा कार्याणि साधयेत् ॥ ११ ॥
જે રાજાઓ સભાસદોને પુછયા વિના વાદી તથા પ્રતિવાદીના કામને પોતે જ વિચાર કરીને નિર્ણય કરે છે અર્થાત શાસ્ત્રવિરૂદ્ધ વિચાર આપે છે, તે રાજાઓને શત્રુ સેના તરફથી ભય આવે છે, તેનો નાશ થાય છે, ને નરકમાં પડે છે અને તેની પ્રજા (પણ) નાશ પામે છે; માટે રાજાએ ધર્મ શાસ્ત્ર પ્રમાણે કાર્યો કરવાં. ૧૦-૧૧
यदा न कुर्यान्नृपतिः स्वयं कार्यविनिर्णयम् ।। तदा तत्र नियुञ्जीत ब्राह्मणं वेदपारगम् ॥ १२ ॥ दान्तं कुलीनं मध्यस्थमनुद्वेगकरं स्थिरम् । परत्र भीरु धर्मिष्ठमुद्युक्तं क्रोधवर्जितम ॥ १३ ॥
For Private And Personal Use Only