________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહાર દર્શન.
૨૮૧
અધ્યાય ૪ થ.
પ્રકરણ ૫ મું
વ્યવહાર દશન. दुष्टनिग्रहणं कुर्याद् व्यवहारानुदर्शनैः । स्वाज्ञया वर्तितुं शक्ता स्वाधीना च सदा प्रजा ॥ १ ॥ વિવાદ વિષયોને યથાર્થ નિર્ણય કરીને, દુષ્ટને શિક્ષા કરવી. પ્રજા સ્વતંત્ર હોય સદા પોતાની ઇચ્છાનુસાર વતી શકે છે, માટે રાજાએ પોતાની પ્રજા સ્વતંત્રતાએ વર્તે નહીં તેમ કરવું. ૧
स्वेष्टहानिकरः शत्रुर्दुष्टः पापप्रचारवान् । इष्टसम्पादनं न्याय्यं प्रजानां पालनं हि तत् ॥ २॥
દુષ્ટ અને પાપાચારી શત્રુ સામા મનુષ્યના લાભને નાશ કરે છે, માટે રાજાએ પોતાનું હિત સાધવું એ નીતિ ભરેલું છે અને તે ઈષ્ટ સંપાદન પ્રજા પાલન ગણાય છે. ૨
शत्रोरनिष्टकरणान्निवृत्तिः शत्रुनाशनम् । पापाचारानिवृत्तिर्यैर्दुष्टीनग्रहणं हि तत् ।। ३ ॥
શત્રને અણહિત કરતાં અટકાવવો એ તેને નાશ સમજ; અને જે ઉપાયોથી દુષ્ટને પાપકર્મ કરતાં અટકાવવો તેને દુષ્ટદંડ સમજ. ૩
स्वप्रजाधर्मसंस्थान सदसत्प्रविचारतः । जायते चार्थसंसिद्धिर्व्यवहारस्तु येन सः ॥ ४ ॥
જે સારા તથા નરતા કર્મ સંબંધી વિચારથી પોતાની અને પોતાની પ્રજાની ધર્મ ઉપર સારી આસ્થા બંધાય તથા કાર્યોની સારી રીતે સિદ્ધિ થાય તેને વ્યવહાર જાણવો. ૪
धर्मशास्त्रानुसारेण क्रोधलोभविवर्जितः । सप्राविचिवाकः सामात्यः सब्राह्मणपुरोहितः । समाहितमतिः पश्येव्द्यवहाराननुक्रमात् ।। ५ ॥ . રાજાએ ધ અને લેભને ત્યાગ કરી ન્યાયાધીશ, કાર્યભારી, બ્રાહ્મણ, અને પુરોહિત વગેરેને સાથે રાખી સાવધાન મન થઈને ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ક્રમવાર પ્રજાના વ્યવહારને (દાવાઓને) તપાસવા. ૫
For Private And Personal Use Only