________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૮૦
શુક્રનીતિ.
મૂર્તિનાં શરીર. कचित्तु बालसदृशं सदैव तरुणं वपुः। मूर्तीनां कल्पयोच्छल्पी न वृद्धसदृशं क्वचित् ॥ २०१ ॥
મૂર્તિ ઘડનારા શિલ્પશાસ્ત્રીએ મૂર્તિનું શરીર સદા તરૂણ બનાવવું, અને કોઈ વેળા બાળક બનાવવું; પરંતુ કેાઈ વેળા વૃદ્ધ બનાવવું નહીં. ૨૦૧
एवंविधान्नृपो राष्ट्रे देवान्संस्थापयेत्सदा ।। प्रतिसंवत्सरं तेषामुत्सवान्सम्यगाचरेत् ॥ २०२ ।। રાજાએ સદા ઉપર જણાવ્યા પ્રમાણે દેવોની સ્થાપના કરવી, અને પ્રત્યેક વર્ષે દેવોના સારી રીતે મહોત્સવો કરવા. ર૦ર
ભાંગેલી મૂર્તિને અને જીર્ણ મંદિરને ઉદ્ધાર. देवालये मानहीनां मूर्ति भग्नां न धारयेत् । प्रासादांश्च देवाजीर्णानुनृत्य यत्नतः ॥ २०३ ॥ देवतां तु पुरस्कृत्य नृत्यादीन्वीक्ष्य सर्वदा। न मनः स्वोपभोगार्थं विदध्याद्यनता नृपः ।। २०४ ॥ રાજાએ દેવાલયમાં માપ વિનાની-જેમ તેમ ઘડી કાઢેલી) તથા ભાંગેલી માસને રાખવી નહીં. જીર્ણ મંદિર અને મૂતઓનો પ્રયત્નથી ઉદ્ધાર કરો તથા નિરંતર દેવનું પૂજન કર્યા પછી દેવાની સન્મુખ થતા નૃત્યાદિક ઉત્સવ જેવા. પરંતુ રાજાએ પોતે નાના પ્રકારના વૈભવ ભોગવવા માટે તે તે વિષયોમાં પિતાનું મન આસક્ત ન થાય તેની સારી પેરે સંભાળ રાખવી. ૨૦૪
પ્રજાએ કરેલા ઉત્સવમાં રાજાએ ભાગ લે. प्रजाभिर्विधूता ये ये [त्सवास्तांश्च पालयेत् । प्रजानन्देन सन्तुष्येत्तदुःखैदुःखितो भवेत् ।। २०५॥
પ્રજા જે જે ઉત્સવ કરે તે સઘળા ઉત્સવ રાજાએ માન્ય રાખવા, પ્રજાના સુખથી સુખી થવું અને તેના દુઃખથી દુઃખી થવું. ૨૦૫ इति शुक्रनीतौ राष्ट्रे मध्यं चतुर्थाध्यायस्य लोकधर्म
निरूपणं नाम चतुर्थ प्रकरणम् ।
For Private And Personal Use Only