________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિશાચ પ્રતિમા.
ર૭૯
આંગળને કરવો અને બને બાહુપચાસ આંગળ લાંબા કરવા-આ દશ તાલની મૂર્તિનું પ્રમાણ નિરંતર જાણવું. ૧૯૩-૧૯૪-૧૫
व्यगुलौ व्यंगुलौ चोनो ततो हीनप्रमाणके । पाटवन्तु यथाशोभि सर्वमानेषु कल्पपेत् ॥ १९६ ॥ દશ તાલ કરતાં નાની મૂર્તિ કરવી હોય તે તેનાં પ્રત્યેક અંગ બે આંગળ નાનાં કરવાં; અને બીજાં સર્વ માપમાં મૂર્તિ સુંદર દેખાય તેવાં અંગ બનાવવાં. ૧૯૬
नवतालप्रमाणे न ह्यूनाधिक्यं प्रकल्पयेत् ॥ १९७ ॥ નવ તાલની મૂર્તિમાં ઓછા વધતું કરવું જ નહીં. ૯૭ दशताले तु विज्ञेयौ पादौ पञ्चदशांगुलौ । एकैकांगुलहीनौस्तस्ततो न्यूनप्रमाणके । दशतालोर्ध्वमाने तु ताले तालेऽधिकांगुलम् । कल्पयेन्मुखतो धीमान्शिल्पवित्सु यथा तथा ॥ १९८ ॥
દશ તાલની મૂર્તિના ચરણ પંદર આગળના કરવા, દશ તાલ કરતાં ઓછા પ્રમાણની મૂર્તિ હોય તો તે પંદર આંગળમાંથી એક એક આંગળ ઓછું કરવું અને દશ તાલ કરતાં વિશેષ તાલની મૂર્તિ હોય, તે દરએક તાલે એક આંગળ વધારતાં જવું. બુદ્ધિશાળી શલાટે મુખથી ચરણ સુધીમાં જેમ મૂર્તિ સારી દેખાય તેમ કરવી. ૧૯૮
પિશાચ પ્રતિમા. दीर्घोरुजंघा विकटा क्रूरा स्याद्भीषणासुरी । पैशाची प्रतिमा ज्ञेया राक्षसी सुकृशापि वा ॥ १९९॥
મોટા સાથળ વાળી, મોટી જાંઘવાળી, ક્રોધી, કૂર અને ભયંકર પ્રતિમાને આસુરી પ્રતિમા જાણવી. ઉપર જણાવેલી અતિશય દુર્બળ પ્રતિમાને પિશાચ પ્રતિમા જાણવી. ૧૯૯
न पञ्चांगुलतो हीना न षडंगुलतोऽधिका । करस्य मध्यमा प्रोक्ता सर्वमानेषु तद्विदैः ॥ २० ॥ મૂર્તિનું માપ જાણનારા વિદ્વાન શિ૫િયો કહે છે કે, સર્વ માપમાં મૂર્તિની વચટ આંગળી પાંચ આંગળથી નાની કરવી નહીં, તેમ છ આંગળથી મોટી કરવી નહીં. ૨૦૦
For Private And Personal Use Only