________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણપતિ પ્રતિમા નીતિ.
२७७
શક્તિની કટિની પરિધિ ત્રણ તાલ અને બે આંગળ કહી છે. શક્તિની મૂર્તિયોના સઘળા અવયવો સાત તાલના જાણવા. ૧૮૧
सप्ततालादिमानेऽपि मुखं स्याद् द्वादशांगुलम् । बालादीनामपि सदा दीर्घता तु पृथक्पृथक ॥ १८२ ॥
સાત તાલનું પરિમાણ છતાં પણ સ્ત્રી મતનું મુખ બાર આંગળનું હોય અને બાળક વગેરે મૂર્તિની પણ દીર્ધતા સદા જુદી જુદી જાણવી. ૧૮૨
शिशोस्तु कन्धरा हूस्वा पृथु शर्षि प्रकीर्तितम् ।
कण्ठाधो वर्द्धते यादृक्ताडक्शीर्ष न वर्द्धते । १८३ ॥
બાળક મૂર્તિની કાંધ ટુંકી અને મસ્તક મોટું કહ્યું છે તેના કંઠની નીચેનો ભાગ જેવી રીતે વધે છે તે પ્રમાણે મસ્તક વધતું નથી. ૧૮૩
कण्ठाधो मुखमानेन बालः सार्द्धचतुर्गुणः । द्विगुणः शिश्नपर्यन्तो ह्यधः शेषन्तु सक्थितः ॥ १८४ ॥
બાળ મૂર્તિના મુખના પ્રમાણમાં કંઠની નિચેનો ભાગ સાડાચાર ગણો કરવો અને સાથળની નિચે શિશ્ન પર્વતનો ભાગ બમણ કરવો. ૧૮૪
सपादद्विगुणौ हस्तौ द्विगुणौ वा मुखेन हि । स्थौल्ये तु नियमो नास्ति यथाशोभि प्रकल्पयेत् ॥ १८५ ॥
મુખના પરિમાણ કરતાં હાથ સવા બે ગણા અથવા બમણા મોટા કરવા તેની સ્થૂળતામાં કંઈ નિયમ નથી, માટે સુંદર લાગે તેવા કરવા. ૧૮૫
नित्यं प्रवते वालः पञ्चाब्दात्परतो भृशम् । स्यात्षोडशेऽद्वे सर्वाङ्गपूर्णा स्त्री विंशतौ पुमान् ॥ १८६ ॥
બાળક પાંચ વર્ષ પછી નિત્ય વધવા માંડે છે; સ્ત્રી સોળમે વર્ષે સર્વ અવયવે સંપૂર્ણ થાય છે અને પુરૂષ વશમે વર્ષે સર્વ અવયવે સંપૂર્ણ થાય છે. ૧૮૬
ततोऽर्हति प्रमाणं तु सप्ततालादिकं सदा । कश्चिद्वाल्येऽपि शोभाट्यस्तारुण्ये वाईके क्वचित् ॥ १८७॥
માટે તરૂણ મૂર્તિ નિરંતર સાત તાલ વગેરે પ્રમાણુની બનાવવી. કોઈ વખતે કઈ મૂર્તિ બાળકપણામાં પણ શોભે છે, કોઈ મૂર્તિ તરૂણાવસ્થામાં શેભે છે અને કઈ વૃદ્ધાવસ્થામાં શેભે છે. ૧૮૭
૨૪
For Private And Personal Use Only