SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિમા કૃતિ નીતિ. तिष्टती सूपविष्टां वा स्वासने वाहनस्थिताम् । प्रतिमामिष्टदेवस्य कारयेदुक्तलक्षणाम् ॥ १४३॥ हीनश्मश्रुनिमेषां च सदा घोडशवार्षिकीम् । दिव्याभरणवस्त्राढ्यां दिव्यवर्णक्रियां सदा । वस्त्रैरापादगूढां च दिव्यालंकारभूषिताम् ॥ १४४ ॥ પોતાના આસન ઉપર દંડાકારે ઉભેલી અથવા તો સારી રીતે બેઠેલી અથવા તો વાહન ઉપર બેઠેલી, ડાઢી અને નિમેષ (મટકું) રહિત, નિત્ય શાળ વર્ષની, દિવ્ય આભરણથી તથા વસ્ત્રોથી શેભતી, દિવ્ય રંગની, સદા દિવ્ય કર્મ કરતી, વસ્ત્રથી ચરણપર્વત ઢંકાયલી, દિવ્યઆભૂષણોવાળી, શાસ્ત્રોક્ત લક્ષણસંપન ઈષ્ટદેવની પ્રતિમા કરાવવી. ૧૪૩–૧૪૪ हीनांग्यो नाधिकांग्यश्च कर्तव्या देवताः क्वचित् । हीनांगी स्वामिनं हन्ति ह्यधिकांगी च शिल्पिनम् ॥ १४५ ॥ કોઈ દિવસ દેવની પ્રતિમા ઓછા અવયવવાળી કે અધિક અવયવવાળી કરવી નહીં. કારણ કે ઓછા અવયવવાળી પ્રતિમા પિતાના સ્વામીનો નાશ કરે છે, અને માપ કરતાં અધિક અંગવાળી પ્રતિમા પિતાના બનાવનારા સલાટને નાશ કરે છે. ૧૪પ कशा दुर्भिक्षदा नित्यं स्थूला रोगप्रदा सदा । गूढसन्ध्यास्थधमनी सर्वदा सौख्यवर्धिनी ॥ १४६ ॥ દુર્બળમૂર્તિ નિરંતર દરિદ્રતા આપે છે, સ્થૂલમૂર્તિ સદા રોગ કરે છે. અને જેનાં હાથ, પગ વગેરેના સાંધા, હાડકાં અને નાડીયે બીલકુલ જણાતાં ન હોય તેવી પુષ્ટમૂર્તિ હમેશાં સૈખ્યવર્ધની છે. ૧૪૬ वराभयाब्जशंखाद्यहस्ता विष्णोश्च सात्त्विकी। मृगवाद्याभयवरहस्ता सोमस्य सात्त्विकी ॥ १४७ ॥ ચાર ભુજામાં ક્રમવાર વર, અભય, કમળ અને શંખ ધારણ કરનારી વિષ્ણુની મૂર્તિ સાત્વિકી છે. તથા ચાર ભુજામાં મૃગ, વારિત્ર, વર, અને અભય ધારણ કરનારી ચંદ્રની મૂર્તિ (પણ) સાત્વિકી છે. ૧૪૭ वराभयाब्जलडुकहस्तेभास्यस्य सात्त्विकी । पद्ममालाभयवरकरा सत्त्वाधिका रवः ॥ १४८ ॥ ચાર ભુજામાં વર, અભય, કમળ તથા લાડુ ધારણ કરનારી ગણપતિની મૂર્તિ સાત્વિકી છે, અને કમળ, માળા, વર, અને અભય ધારણ કરનારી સૂર્યની મૂર્તિ (પણ) સાત્વિકી છે. ૧૪૮ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy