________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
ससकरचतुर्वर्णा एकत्रैकत्र बावनाः।
वेदभित्रप्रमाणास्ते प्रत्यमुत्तरवासिनः ॥ ३५ ॥ આહાણ, ક્ષત્રિય, વૈશ્ય, શઢ તથા વર્ણસંકર જાતિનાં મનુષ્યો એક ભાગમાં રહે છે, અને યવને તેનાથી ભિન્ન ભાગમાં રહે છે. જે યવને છે તે વેદ વિરલ ધમને માન્ય કરે છે, અને પશ્ચિમ તથા ઉત્તર તરફના દેશમાં વસે છે. ૩૫
तदाचार्यैश्च तच्छास्त्रं निर्मित तद्वितार्थकम् । થરાય ના નીતિમોરવિવાહિની | ૨૬ / યવનોના આચાર્યોએ, યવનોના કલ્યાણ નિમિત્ત તેઓનાં શાસ્ત્રો બનાવ્યાં છે. અને લોકવ્યવહાર માટે ઉભયલકમાં વિરોધ પડે નહીં તેવી નીતિ રચેલી છે. ૩૬
મહત્તાનું કારણ. कदाचिद्वीजमाहात्म्यात्क्षेत्रमाहात्म्यतः कचित् । नीचोत्तमत्वं भवति श्रेष्ठत्वं क्षेत्रबीजतः ॥ ३७ ॥ કઈ વખતે બીજાની મહત્તાથી એટલે પુરૂષોની મહત્તાથી શ્રેષ્ઠતા આવે છે અને કોઈ વખતે ક્ષેત્રની મહત્તાથી એટલે સ્ત્રીઓની મહત્તાથી શ્રેષ્ઠતા આવે છે, તથા કઇવાર બીજ અને ક્ષેત્ર બંનેની મહત્તાથી શ્રેષ્ઠપણું થાય છે. ૩૭
विश्वामित्रो वशिष्ठश्च मतङ्गो नारदादयः।
तपोविशेषैः सम्प्राप्ता उत्तमत्वं न जातितः ॥ ३८ ॥ વિશ્વામિત્ર, વસિષ્ઠ, મતંગ, અને નારદ આદિ જન્મથી ઉત્તમ નહતા, તેઓ તપશ્ચર્યા કરીને ઉત્તમપણાને પામ્યા છે. ૩૮
स्वस्वजायुक्तधर्मो यः पूर्वैराचरितः सदा ।
तमाचरेच सा जातिर्दण्डया स्यादन्यथा नृपैः ॥ ३९ ॥ પોતપોતાની જાતિમાં જે ધર્માચરણ કરવાનું કહ્યું હોય અને જે ધર્મ પૂજે સદા પાળતા હોય, તે જાતિએ તે ધર્મનું આચરણ કરવું. નહીંપર તે જાતિ રાજાઓને શિક્ષાપાત્ર થાય છે. ૩૯
जातिवर्णाश्रमान्सर्वान्पृथक्चिकैः सुलक्षयेत् । .. यन्त्राणि धातुकाराणां संरक्षेहीक्ष्य सर्वदा ॥ ४०॥
For Private And Personal Use Only