________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાકળાનીતિ.
જેમાં યુકિતને પ્રબળ માની હોય, સર્વ વસ્તુને. સ્વભાવસિદ્ધ માની હેય, કોઈ પણ વસ્તુને ક ઈશ્વર નથી, અને વેદ બેટ છે આમ દર્શાવ્યું છે તેને નાસ્તિક મત જાણવો. પપ
श्रुतिस्मृत्यविरोधेन राजवृत्तादिशासनम् । સુપુત્તયાર્થીને યવ હૃાાત્રુત્તવ્યત | ૧ | જેમાં શ્રુતિ તથા સ્મૃતિને અનુસરતા રાજાના આચારાદિક દર્શાવ્યા હેય, તથા ઘન સંપાદનની ઉત્તમ યુક્તિ દર્શાવી હેય તે અર્થશાસ્ત્ર કહેવાય છે. ૫૬
અરતિઃ પુનામનુકૂતિઃ | पद्मिन्यादिप्रभेदेन स्त्रीणां स्वीयादिभेदतः । तत्कामशास्त्रं सत्त्वादेर्लक्ष्म यत्रास्ति चोभयोः ॥१७॥ જેમાં પુરૂષના શશ, મૃગ, અશ્વ, હતિ વગેરે ભેદ વર્ણવ્યા હોય; તથા અનુકૂળ, ધૃષ્ટ, શઠ વગેરે નાયકના ભેદ વર્ણવ્યા હોય;પદ્મિની, ચિત્રિણી, શંખની, હસ્તિની–સ્વયા, પરકીયા અને સામાન્યા વગેરે સ્ત્રીઓના ભેદે દર્શાવ્યા હોય તથા સ્ત્રી પુરૂના સાત્વિક આદિ પ્રેમનું લક્ષણ જણાવ્યું હોય તેનું નામ કામશાસ્ત્ર છે. પ૭
प्रासादप्रतिमारामगृहवाप्यादिसत्कृतिः। कथिता यत्र तच्छिल्पशास्त्रमुक्तं महर्षिभिः ॥ १८ ॥ જેમાં દેવમંદિર, રાજમંદિર, પ્રતિમા, ઉપવન, સરોવર આદિ બનાવવાની રીતે જણાવેલી હોય તેને મહર્ષિય શિલ્પશાસ્ત્ર કહે છે. પ૮
समन्यूनाधिकत्वेन सारू प्यादिप्रभेदतः। अन्योऽन्यगुणभूषा तु वर्णनेतऽलंकृतिश्च सा ॥ ५९॥
જેમાં સમાનપણાએ, કનિષ્કપણુએ, અધિકપણાએ અથવા તે સાદશ્ય આદિક ભેદો દર્શાવીને એકબીજાના ગુણની શોભાનું વર્ણન કરવામાં આવે છે તે અલંકાર કહેવાય છે; અને તે ગ્રંથને અલકારશાસ્ત્ર કહે છે. ૫૯
सरसालंकृतादुष्टपदार्थ काव्यमेव तत् । विलक्षणचमत्कारवीजं पद्यादिभेदतः ॥६०॥ જેમાં રસ અને અલંકારવાળા દોષ રહિત શબ્દો તથા અ વર્ણવ્યા હોય તેનેજ કાવ્ય કહે છે. અને તે ગદ્યકાવ્ય તથા ૫ઘકાવ્ય વગેરે ભેદથી મનુષ્યના મનમાં અલાક આનંદચમત્કાર ઉત્પન્ન કરે છે ૬૦
लोकसङ्केततोऽर्थानां सुग्रहा वाक्तु दैशिकी ॥ ६१ ॥ જે ભાષા લોકોના સંકેત પ્રમાણે બરાબર અને જણાવે છે તે ભાષા દેશભાષા કહેવાય છે. ૬૧
૨૧
For Private And Personal Use Only