________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
જે જાણવાથી મનુષ્ય સારી રીતે જીવન જાળવી શકે છે, અને રોગનાં સ્વરૂપ જાણવાથી તથા ઔષધીયો જાણવાથી અમુક રોગ આટલા દિવસ રહેશે તે સર્વ જાણી શકે છે તેનું નામ આયુર્વેદ. આ સર્વેદને ઉપવેદ છે. ૩૭ __ युद्धशस्त्रास्त्रव्यूहादिरचनाकुशलो भवेत् ।
यजुर्वेदोपवेदोऽयं धनुर्वेदस्तु येन सः ॥ ३८ ॥
જે જાણવાથી મનુષ્ય યુદ્ધ વખતે શસ્ત્રઅસ્ત્રનો ઉપયોગ કરવામાં તથા ન્યૂહરચના રચવામાં કુશળ બને તેનું નામ ધનુર્વેદ. આ યજુર્વેદને ઉપવેદ છે. ૩૮
स्वरैरुदात्तादिधर्मेस्तन्त्रीकण्ठोत्थितैः सदा । सतालैर्गानविज्ञानं गान्धर्वो वेद एव सः ॥ ३९॥
જે જાણવાથી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વર તથા તાળનું જ્ઞાન થાય છે, અને વિષ્ણુના કઠમાંથી ઉત્પન્ન થતા સારિ,ગ,મ,૫,ધ,ની, એ સાત સ્વરવાળું ગાયન તાળ સહિત ગાતાં આવડે છે તેનું જ નામ ગાંધર્વવેદ. આ સામવેદનો ઉપવેદ છે. ૩૯
कथिताः सोपसंहारास्तद्धर्मनियमैश्च षट् । अथर्वणां चोपवेदस्तन्त्ररूपः स एव हि ॥ ४० ॥
જેમાં ઉપાસના કરવા ગ્ય જુદા જુદા દેવોનાં વિધિ સહિત મારણ, મેહન, ઉચ્ચાટન, વશીકરણ, સ્તંભન, અને મૂછનના આ પ્રયોગ જુદા જુદા ભેદથી બતાવ્યા હોય તેનું નામ તંત્ર તે અથર્વવેદનો ઉપવેદ છે. ૪૦
स्वरतः कालतः स्थानात्प्रयत्नानुप्रदानतः ।। सवनाद्यैश्च सा शिक्षा वर्णानां पाठशिक्षणात् ॥ ४ १ ॥ જેમાં ઉદાત્તાદિક સ્વર, હ, દીર્ધ, ઉચ્ચારણકાળ, કંઠાદિક સ્થાન, આભ્યતરાદિક પ્રયત્ન તથા ઉત્પત્તિ આદિક ઉચ્ચારણ દર્શાવીને વણના પાઠ શિક્ષા કરી હોય તેવા ગ્રંથને શિક્ષાગ્રંથ કહે છે. ૪૧
प्रयोगो यत्र यज्ञानामुक्तो ब्राह्मणशेषतः । श्रौतकल्पः स विज्ञेयः स्मार्त्तकल्पस्तथेतरः ॥ ४२ ॥ વેદના મંત્રથી જુદા ભાગને બ્રાહ્મણ કહે છે, તેમાં જે યજ્ઞોના પ્રયોગ અને યજ્ઞકર્મ કહ્યું છે તેને શ્રત કહે છે, અને તેથી ભિન્નકર્મને સ્માત કહે છે. આ પ્રમાણે શ્રેત અને માત એવા બે પ્રકારનાં કર્મ જાણવાં. ૪૨
For Private And Personal Use Only