________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३४
શુક્રનીતિ.
જાતિનીતિ. चतुर्धा भेदिता जातिब्रह्मणा कर्मभिः पुरा । तत्तत्सार्या सार्यात्प्रतिलोमानुलोमतः । जात्यानन्यं तु सम्प्राप्तं तद्वक्तुं नैव शक्यते ॥ १२ ॥
પૂર્વ બ્રહ્માએ ગુણ તથા કર્માનુસાર બ્રાહ્મણ આદિ ચાર જતિને વિભાગ પાડયો હતો, તે જાતિઓમાં પરસ્પર સંકરપણું થયું, કેટલીક જાતિ જુદીજ રહી, કેટલીક પ્રતિલોમ થઈ ને કેટલીક અનુલોમ થઈ: તેથી અસંખ્ય જાતિયો થઈ પડી છે. તે કહી શકાય તેટલી નથી. ૧૨
मन्यते जातिभेदं ये मनुष्याणां तु जन्मना । त एव हि विजानन्ति पार्थक्यं नामकर्मभिः ॥ १३ ॥
જેઓ જમાનુસાર મનુષ્યોમાં જાતિભેદ માને છે તેઓજ નામ તથા કર્મવડે મનુષ્યોમાં ભેદ માને છે. ૧૩
जरायुजाण्डमा स्वेदोद्भिजा जातिः सुसंग्रहात् । उत्तमो नीचसंर्गाद्भवेन्नीचस्तु जन्मना ॥ १४ ॥
ટૂંકમાં કહીએ તે જરાયુજ (ઓળમાંથી જન્મનારી), અંડજ (ઈ ડામાંથી જન્મનારી), દજ (પરસેવામાંથી જન્મનારી), અને ઉભિજજ (પૃથિવીમાંથી જન્મનારી)-આવી ચાર જાતિ છે. ઉત્તમ મનુષ્ય નીચના સંગથી નીચ બને છે; અને જન્મથી નીચ તો નીચજ રહે છે. ૧૪
नीचो भवेन्नोत्तमस्तु संसर्गाद्वापि जन्मना । कर्मणोत्तमनीचत्वं कालतस्तु भवेद्गुणैः ।
विद्याकलाश्रयेणैव तन्नाम्ना जातिरुच्यते ॥ १५ ॥ . નીચ મનુષ્ય કોઈના સંગથી, કે ઉંચા કુળમાં જગ્યાથી સાર થતો નથી. કર્મથી મનુષ્યમાં ઉત્તમપણું અને નીચપણું તુરત આવે છે. અને ગુણ તથા અવગુણોને લીધે લાંબે કાળે સારાપણું નરતાપણું આવે છે. વિદ્યા તથા કળાને અભ્યાસ કરીને તેનો આશ્રય કરવાથી તે તે કળાને નામે જાતિઓ તથા અટકે પડે છે-જેમકે ન્યાય જાણવાથી નિયાયિક અને વ્યાકરણ જાણ વાથી વૈયાકરણ કહેવાય છે. ૧૫
इज्याध्ययनदानानि कर्माणि तु द्विजन्मनाम् ।
प्रतिग्रहोऽध्यापनंच याजनं ब्राह्मणेऽधिकम् ॥ १६ ॥ 0 ચન્ન કર, વેદ ભણ ને દાન દેવું, આ ત્રણ કર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાં છે. તેમાં દાન લેવું, વેદ ભણાવ, અને યજ્ઞ કરાવે આટલાં હર્ષ બ્રહાણુમાં અધિક છે. ૧૬
For Private And Personal Use Only