________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનીતિ.
૨૩૩
यस्याश्रितो भवेल्लोकस्तद्वदाचरात प्रजा। भुङ्क्ते राष्ट्रफलं सम्यगतो राष्ट्रकृतं त्वधम् ॥ ५ ॥
જે પ્રજા, જે રાત્રીના આશ્રય તળે રહેતી હોય તે પ્રજા, તે રાજાની પેઠે આચરણ કરે છે; માટે રાજા, પ્રજાએ કરેલા પુણ્ય પાપ ફળનો ભાગી થાય છે. ૫
स्वस्वधर्म परो लोको यस्य राष्ट्र प्रवर्तते । धर्मनीतिपरो राजा चिरं कीर्ति चाश्नुते ॥ ६ ॥
જેના દેશમાં પ્રજા પિતા પોતાના ધર્મપરાયણ વર્તે છે તે દેશના રામને ધર્મ-નીતિ પરાયણ જાણવો અને તે ચિરકાળ સુધી કીર્તિ ભગવે છે. ૬
भूमौ यवद्यस्य कीर्तिस्तावत्स्वर्गे स तिष्ठति ॥ ७ ॥
જેની કીર્તિ પૃથિવી ઉપર જયાં સુધી રહે ત્યાં સુધી તે સ્વર્ગમાં રહે છે.—પણ કીર્તિ નાશ થયા પછી પૃથિવી ઉપર જન્મે છે. ૭
अकीतिरेव नरको नान्यो ऽस्ति नरको दिवि । नरदेहाद्विना त्यन्यो देहो नरक एव सः ॥ ८॥
પરલોકમાં બીજું નરક નથી પણ અપકીર્તિ એજ નરક-દુષ્ટ ગતિ કરનાર છે. મનુષ્ય દેહ વિના કાગડા કુતરાને દેહ તેજ નરક ગણાય છે. ૮
महत्पापफलं विद्यादाधिव्याधिस्वरूपकम् । स्वयं धर्मपरो भूत्वा धर्मे संस्थापयेत्प्रजाः ॥ ९॥
આધિ વ્યાધિને મહા પાપનાં ફળ સમજવાં. માટેરાજાએ પોતે ધર્મપરાયણ થઈ પ્રજા માત્રને ધર્મમાં પ્રેરવી. રાજા ધર્મપરાયણ હોય તે તેની પ્રજા પણ રાજાનું દૃષ્ટાંત લઈને ધર્મમાં વર્તે છે. ૯
देशधर्मा जातिधर्माः कुलधर्माः सनातनाः । मुनिप्रोक्ताश्च ये धर्माः प्राचीना नूतनाश्च ये ॥ १० ॥ ते राष्ट्रगुप्दै सन्धार्या ज्ञात्वा यत्नेन सन्नपैः । धर्मसंस्थापनाद्राजा श्रियं कीर्ति प्रविन्दति ॥ ११ ॥
સારા રાજાએ ચિરકાળથી ચાલતા દેશધર્મ, જાતિધર્મ, કુળધર્મે, મુનિ પ્રોક્તપ્રાચીન ધર્મ અને નવા નિયમોને સારી પેઠે ધ્યાનમાં લેવા અને તેને સમજી દેશની રક્ષા કરવા માટે તે તે ધર્મનું પ્રયત્ન પૂર્વક પાળન કરવું. ધર્મની રક્ષા કરવાથી રાજા લક્ષ્મી તથા કીર્તિને મેળવે છે. ૧૦–૧૦
For Private And Personal Use Only