SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૮ શુક્રનીતિ. : ગુણ રહિત નકામી વસ્તુની કિંમત હોતી નથી, માટે ડાહ્યા માણસેએ સર્વ વસ્તુની કિંમત કરતી વેળા લોકો મારફતે તે સઘળી વસ્તુનું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પણું હમેશાં જાણું લેવું. ૧૦૭ विक्रेतृऋतृतो राजभागः शुल्कमुदाहृतम् । शुल्कदेशा हट्टमार्गाकरसीमाः प्रकीर्तिताः ॥ १०८ ॥ વેચનારા તથા વેચાતું લેનારા પાસેથી રાજાને જે કર લેવામાં આવે છે તેને શુક કહે છે. આ પ્રમાણે કર લેવાનાં સ્થાને, દુકાને, તથા કર કેટલો લે ? તેની અવધિ તમને કહી. ૧૦૮ કર વ્યવસ્થા નોતિ. वस्तुजातस्यैकवारं शुल्कं ग्राह्यं प्रयत्नतः । कच्चिन्नैवासकृच्छुल्क राष्ट्रे ग्राह्यं नृपैश्छलात् ॥ १०९॥ રાજાઓએ પોતાના દેશમાં આવતા માલ ઉપર, પ્રયત્ન પૂર્વક એકવાર જગાત લેવી. પણ કોઈ દિવસ કપટ કરીને વારંવાર જગાત લેવી નહીં. ૧૦૯ द्वात्रिंशाशं हरेद्राजा विक्रेतुः केतुरेव वा । विंशांशं वा षोडशांश शुल्क मूल्याविरोधकम् ॥ ११० ॥ રાજાએ માલ વેચનારા પાસેથી અને માલ ખરીદ કરનારા પાસેથી માલની કિંમતમાં અડચણ આવે નહીં તેમ બત્રીશમે, વિશ અથવા તે શેલો ભાગ જગાત લેવી-કહેવાનું કે માલની કિંમત ઉપર દષ્ટિ રાખીને જગાત લેવી. ૧૧૦ न हीनसममूल्याद्धि शुल्कं विक्रेतृतो हरेत् । लाभं दृष्ट्वा हरेच्छुल्कं क्रेतृतश्च तदा नृपः ॥ १११ ॥ જે વ્યાપારીને માલની કિંમત કરતાં ઓછી પેદા થતી હોય, અથવા તો માલની કિંમતે કિંમત ઉપજતી હોય તે વ્યાપારી પાસેથી માલની જગાત લેવી જ નહીં. પરંતુ જ્યારે વેપારીને લાભ જોવામાં આવે ત્યારે રાજાએ વેપારી પાસેથી જગાત લેવી. ૧૧૧ बहुमध्याल्पफलितां भुवं मानमितां सदा । ज्ञात्वा पूर्व भागमिच्छुः पश्चाद्भागं विकल्पयेत् ॥ ११२ ॥ ભૂભાગની ઈચ્છાવાળા રાજાએ, હમેશાં પ્રથમ તે પૃથિવીને માપવી. અને પછી તે ભૂમિ ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ ફળ આપશે તે જાણી લેવું અત્યાર પછી તે જમીન ઉપર કરને આંકડે ઠરાવ. ૧૧૨ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy