________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
रक्तिमात्रः पुष्परागो नीलः स्वर्णार्घमर्हतः ।
चलत्रिसूत्रो वैदूर्यश्चोत्तमं मूल्यमर्हति ॥ ८१ ॥ પુષ્પરાગ (પોખરાજ) અને નીલમમણિ એક રતિભાર હોય તો તેની એક સુવર્ણ કિંમત થાય છે અને જેમાં ત્રણ સૂત્ર દૃષ્ટિએ પડતાં હોય એવું વૈર્ય મણિ ઉંચી કિંમતનું ગણાય છે. ૮૧
प्रवालं तोलकमितं स्वर्णाई मूल्यमहति ।।
अत्यल्पमल्यो गोमेदो नोन्मानं तु यतोऽर्हति ॥ ८२॥ તેલા ભારના પ્રવાળાંની કિંમત અર્ધ સોનામહોર થાય છે. ગોમેદની કિંમત ઘણીજ જુજ હોય છે, કારણ કે તે તેલથી વેચાતું નથી. ૮૨
संख्यातः स्वल्परत्नानां मूल्यं स्याहीरकाहिना । अत्यन्तरमणीयानां दुर्लभानां च कामतः । भवेन्मूल्यं न मानेन तथातिगुणशालिनाम् ॥ ८३ ॥
હીરા શિવાયનાં બીજા નાના નાના રનોની કિંમત ગણતરીથી થાય છે અને અત્યંત મનોહર તથા દુર્લભરનોની કિંમત ઈચ્છાનુસાર થાય તેમજ અતિ ગુણવાળો રત્નોની કિંમત તેલથી ન થાય પણ ઈચ્છાનુસાર થાય. ૮૩
व्यकिचतुर्दशहतो वर्गो मौक्तिकरक्तिजः । चतुर्विंशतिभिर्भक्तो लब्धान्मूल्यं प्रकल्पयेत् ॥ ८४ ॥
મોતીની વ કરેલી રતિના ભાગને ચાદે ગુણવા, અને ચોવીસે ભાગવા. ભાગતાં જે અંક આવે તેને મોતીની કિંમત જાણવી. ૮૪
उत्तमं तु सुवर्णार्घमूनमूनं यथागुणम् ॥ ८५ ॥ ઉત્તમ પ્રતિના મોતીની કિંમત એક સેનામહોર થાય છે; અને તેના કરતાં ઉતરતાની તથા કનિષ્ઠ મોતીની કિંમત તેના ગુણના પ્રમાણમાં ઓછી ઓછી થાય છે. ૮૫
रक्तं पीतं वर्तुलं चेन्मौक्तिकं चोत्तमं सितम् ॥
अधमं चिपिटं शर्कराभमन्यत्तु मध्यमम् ॥ ८६ ॥ રાતું પીળું તથા ઘેલું ગોળ મોતી ઉત્તમ ગણાય છે, ચપટું અને સાકરીયા રંગનું અધમ ગણાય છે, અને બીજી જાતનું મધ્યમ ગણાય છે. ૮૬
ધાતુની પરીક્ષા. रत्ने स्वाभाविका दोषाः सन्ति धातुषु कृत्रिमाः। મતો ધાતુન્નપરીક્ષ્ય તસૂર્ય પશુધઃ છે ત૭ |
For Private And Personal Use Only