________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્ન તેલનીતિ.
लब्ध कलासु संयोज्यं कलानां षोडशांशकैः । मुक्तानां कल्पयेन्मूल्यं हीनमध्योत्तमं यथा ॥ ७५ ॥
વગે કરેલી રતિની આગળ જુદી જુદી નવ કળા અને પાંચ અંશ માંડવા. પછી ત્રીશે નવ કળાને ભાગતાં જે અંક આવે તે કળામાં ઉમેરવો. ત્યાર પછી કળાના એક શેળાંશવડે તેની ઉત્તમ, મધ્યમ, તથા કનિષ્ઠ કિંમત કરવી. ૭૪-૭૫
सहस्रादधिके मुक्तारक्तिवर्गशते शते । कलात्रिंशतकं त्यत्त्वा शेषान्मूल्यं प्रकल्पयेत् ॥ ७६ ॥
મોતીની રતિયોને વર્ગ હજાર કરતાં અધિક દશ હજાર પર્વત હોય તે તેમાંથી ત્રિશ કળા કાઢી નાખવી. અને બાકીની રતિઓનો ગુણાકાર ભાગાકાર કરીને તેમાંથી કિંમત કાઢવી. ૭૬
शतादूर्ध्वं रक्तिवर्गासो विंशतिरक्तिकाः । प्रतिशतात्तु वजूस्य सुविस्तृतदलस्य च । तथैव चिपिटस्यापि विस्तृतस्य च हासयेत् ॥ ७७॥ शर्कराभस्य पञ्चाशञ्चत्वारिंशच्च वैकतः ॥ ७८ ॥ બાદ કરવામાં કુશળ એવા પુરૂષે મોટે અને દલદાર હીરા જે શે વર્ગ રતિ કરતાં વધારે હોય તેમાંથી વિશ રતિ ઓછી કરવી. મેટા અને ચપટા આકારના હીરામાંથી પ્રત્યેક શે શે વર્ગ રતિએ પચાસ પંચાસ રતિ ઓછી કરવી અને સાકર જેવા રંગના હીરામાંથી પ્રત્યેક શો શે વર્ગ રતિમાંથી ઓગણપચાસ રતિ ઓછી કરવી. ૭૭–૭૮*
रत्नं न धारयेत्कृष्णरक्तविन्दुयुतं सदा ॥ ७९ ॥ કાળાં અને રાતાં બિંદુવાળાં રત્નને સદા પહેરવું નહીં. ૭૯ गारुत्मतं तूत्तमं चेन्माणिक्यं मूल्यमहतः । सुवर्ण रक्तिमात्रं चेद्यथारक्तिस्तथा गुरु ॥ ८० ॥
ગારૂત્મત અને માણિક્ય એક રતિભાર અને ઉત્તમ હોય તો તે એક સુવર્ણની કિંમતને પાત્ર ગણાય છે. રત્ન જેમ જેમ રતિમાં ભારે હોય તેમ તેમ ભારે કિંમતનું ગણાય. ૮૦
* ૭૪ થી તે ૭૮ સુધીના કલોકે બરાબર સમજાય તેવા નથી. હીરાને વેપાર કરનાર ઝવેરીને તથા કેટલાક શાસ્ત્રીઓને, તેમજ ગણીત જાણનારા જોતિષીને પણ આ લોકોને અર્થ પુછો છે, પણ નિશ્ચયપૂર્વક કોઈપણ સમજાવી શકયું નથી. કોઈ વિદ્વાન તે કલાકની યથાર્થ સમજણ મોકલી આપશે તો તેને ઉપકાર થશે,
For Private And Personal Use Only