________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
જે હીર-દળદાર, વિસ્તાર વાળે અને તેલમાં એક રતિભાર હોય તેવા એક હીરાનીજ કિંમત પાંચ સેનામહોર થાય છે. ૧૮
रक्तिकादलविस्ताराच्छ्रेष्ठं पञ्चगुणं यदि ।
यथा यथा भवेन्यून हीनमौल्यं तथा तथा ॥ ६९॥ જેમ જેમ હીરે પહેળો, દળદાર તથા રતિમાં ભારે હોય તેમ તેમ તેની પ્રથમ કિંમત કરતાં પાચગણું કિંમત વધારે વધારે થાય છે. અને રતિમાં, દળમાં તથા વિસ્તારમાં જેમ જેમ ઓછો હોય તેમ તેમ તેની કિંમત ઓછી થાય છે. ૬૯
अत्राष्टरक्तिको माषो दशमाषैः सुवर्णकः। स्वर्णस्य तत्पञ्चमूल्यं राजताशीति कर्षकम् ॥ ७० ॥ રત્નના તેલની બાબતમાં આઠ રતિને એક માપો, દશ ભાષાને એક સુવર્ણ અને પાંચ સુવર્ણના એસી રૂપાના કર્ષ થાય છે. ૭૦ . यथा गुरुतरं वजूं तन्मूल्यं राक्तिवर्गतः ।
तृतीयांशविहीनन्तु चिपिटस्य प्रकीर्तितम् ॥ ७१ ॥
હીરો જેમ જેમ રતિમાં ભારે હોય તેમ તેમ તેની કિંમત રતિના વર્ગ પ્રમાણે ચઢતી કરવી; અને ચપટા આકારના હીરાની કિંમત એક તૃતીયાંશ ઓછી કરવી કહી છે. ૭૧
अर्द्धन्तु शर्कराभस्य चोत्तम मूल्यमीरितम् । रक्तिकायाश्च द्वे व तदई मूल्यमर्हतः ॥ ७२ ॥
સાકરીયા રંગના હીરાની કિંમત ઉત્તમ વર્ગના હીરાની અર્ધ કિંમત જેટલી કહી છે. અને એક રતિભારના બે હીરા-ઉત્તમ હીરાની અર્ધ કિંમતને યોગ્ય ગણાય છે. ૭૨
तदर्ध बहवोऽर्हन्ति मध्या हीना यथागुणैः । उत्तमा तदर्दू वा हीरका गुणहानतः ॥ ७३ ॥
ઉપયોગી ગુણવાળા, મધ્યમ જાતિના તથા કનિષ્ઠ જાતિના હીરાએ મૂળ કિંમતની અર્ધ કિંમતને યોગ્ય ગણાય છે. અથવા તો હીરાઓ વિશેષ ગુણવાન હોય તે ઉંચી કિંમતના ગણાય છે અને દુષ્ટ-ખાંપણવાળા હોય છે, તે અચ્છે કિંમતના ગણાય છે. ૭૩
वर्गरक्तिषु सन्धाS कलानां नवकं पृथक् । तथांशपञ्चकं पूर्व त्रिंशद्भिस्तद्भजेत्ततः ॥ ७४ ॥
For Private And Personal Use Only