________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
શુક્રનીતિ.
જે રત્ન તેલમાં હળકું અને (આકૃતિમાં) વિશાળ હોય તે મોટી કિંમતનું હોય છે અને જે રત્ન તેલમાં ભારે હોય, ગુણવાળું હોય તો પણ કદમાં નાનું હોય તો તે ઓછી કિંમતનું ગણાય છે. ૫૬
शर्कराभं हीनमौल्यं चिपिटं मध्यमं स्मृतम् । दलाभं श्रेष्ठमूल्यं स्याद्यथाकामातु वर्तुलम् ॥ ५७ ॥
સાકરણ રત્નની કિંમત ઓછી જાણવી, ચિપટા રત્નની કિંમત મધ્યમ જાણવી, પાત્રાં જેવાં લીલા રંગનાં રતનની ઉંચી કિંમત જાણવી, અને ગોળાકાર રત્નની કિંમત લેનારા તથા દેનારાની ઈચ્છા ઉપર રાખવામાં આવે છે–તેનું પ્રમાણ રહેતું નથી. પ૭
न जरां यान्ति रत्नानि विद्रुमं मौक्तिकं विना । राजदौष्टयाच्च रत्नानां मूल्यं हीनाधिकं भवेत् ॥१८॥
પરવાળાં તથા મોતી વિના બીજાં સઘળાં રત્નો જીર્ણ થાય છે અને રાજાની મૂર્ખતાને લીધે રનની કિંમતમાં વધારે ઘટાડે થાય છે. ૫૮
મિતીની ઉત્પત્તિ. मत्स्याहिशंखवाराहवेणुजीमूतशुक्तितः। जायते मौक्तिकं तेषु भूरि शुक्तयुद्भवं स्मृतम् ॥ १९ ॥ મસ્ય, સર્પ, શંખ, વરાહ, વાંસ, મેઘ તથા છીપમાંથી મેતી ઉ. પજે છે. તેમાં છીપનાં મેતી વિશેષ જાણવામાં આવ્યાં છે. ૫૯
कृष्णं सितं पीतरक्तं द्विचतुः सप्तकञ्चकम् । त्रिपञ्चसप्तावरणमुत्तरोत्तरमुत्तमम् ॥ ६० ॥
છીપમાંથી થતાં મોતી-કાળાં, ઘેળાં, અને રાતાં પીળાં હોય છે. તે ત્રણ પડનાં, પાંચ પડનાં અને સાત પડનાં હોય છે, તેમાં ઉત્તરેત્તર ઉત્તમ સમજવાં. ૬૦
कृष्णं सितं क्रमाद्रक्तं पीतं तु जरठं विदुः ।
कनिष्ठं मध्यमं श्रेष्ठं क्रमाच्छुक्त्युद्भवं विदुः ॥ ६१॥ ઝવેરી કાળાં ધોળાં ૩રાતાં પીળાં તથા ૪જરઠ જાતનાં મોતી જાણે છે, તેમાં ક્રમ પ્રમાણે કાળાંને ઓછી કિંમતનાં ગણે છે, ઘોળાને મધ્યમ કિંમતનાં ગણે છે અને રક્તપીત મેતીને ઉચી કિંમતનાં ગણે છે-(રક્તપીત મતી હાલમાં બસરાઈ કહેવાય છે). ૬૧
* શુક્રનીતિના કાળમાં એમ હશે, હાલમાં કાળા મોતી શોધ્યા જડતા નથી. મહાગણી પાસે એક એવી છે તેની કિંમત બેથી ત્રણ લાખ થાય છે.
For Private And Personal Use Only