________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાન્ય સંગ્રહ વિચાર. લેવી નહીં. જે રાજા બલાત્કારથી તે વસ્તુને લે છે તે પોતાની પ્રજાને સંતાપાનળ રાજાને તેના વંશ સુદ્ધાંત બાળી નાંખે છે. ૨૫
ધાન્ય સંગ્રહ વિચાર. धान्यनां संग्रहः कार्यो वत्सरत्रयपूर्तिदः। तत्तत्काले स्वराष्ट्रार्थ नृपेणात्महिताय च । રિસ્થાથી સમૃદ્ધાના વાપિ વ્યતે | ૨૬ /
રાજાએ કાળ દુકાળે પોતાના હિત માટે અને પોતાના દેશની રક્ષા માટે ત્રણ વર્ષ પર્યત ચાલે તેવો ધાન્યને સંગ્રહ કરી રાખવો. અથવા તે મોટા શ્રીમંત પુરૂષાએ લાંબા વખત સુધી રહે તેવી મોટી ધાન્યની ખાણે નાખવી. ૨૬
सुपुष्टं कान्तिमज्जातिश्रेष्ठं शुष्कं नवीनकम् । ससुगन्धवर्णरसं धान्यं संवीक्ष्य रक्षयेत् । सुसमृर्दा चिरस्थायि महार्धमापि नान्यथा ॥ २७ ॥
અનાજ લેનારાએ પ્રથમ અનાજની પરીક્ષા કરવી કે આ અનાજ સારી પુષ્ટી આપનારૂં, તેજસ્વી, ઉંચી જાતનું, પાકેલું, નવું, રસકસદાર, સુગંધી, સારા રંગનું, મનોહર, ઘણું કાળ સુધી ટકે તેવું છે. આવી પરીક્ષા કર્યા પછી ઘણીકિંમતનું હોય તો પણ તેને સંગ્રહ કરવો. પરંતુ સાધારણ અનાજનો સંગ્રહ કરવો નહી. ર૭
विषवहिहिमव्याप्तं कीटजुष्टं न धारयेत् । નિઃસારતાં નદિ પ્રાપ્ત વ્યવે તાવયોવેત્ | ૨૮ .
ઝેરવાળું, અગ્નિમાં બળી ગયેલું, હિમમાં બળી ગયેલું, અને સળી ગયેલું અનાજ સંગ્રહવું નહીં. પણ રસકસવાળું સ્વાદિષ્ટ ધાન્ય ઉપયોગમાં લેવું. ૨૮
व्ययीभूतं तु यद् दृष्ट्वा तत्तुल्यं तु नवीनकम् । गृहीयात्सुप्रयत्नेन वत्सरे वत्सरे नृपः ॥ २९ ॥ રાજાએ જે અનાજ ખર્ચમાં વપરાયું હોય તે જોઈને તેના જેવું નવું અનાજ પ્રયત્ન પૂર્વક વર્ષે વર્ષે સંગ્રહ કરવું. ૨૯
* પૂર્વે ધરતીમાં ખાડાઓ કરીને તેમાં જાર બાજી ભરી રાખતા, જે કાળ દુકાળે લોકોને ખાવામાં ઉપયોગ આવતી.
For Private And Personal Use Only