________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
કે જયાં સુધી તેઓની પાસે ધન રહે છે ત્યાં સુધી તે પોતાને મદ છોડતો નથી પણ નિર્ધન થયા કેડે જ શાંત થાય છે. ૭
सक्का नीतिबलं स्वीयप्रजापीडनतो धनम् । सञ्चितं येन तत्तस्य सराज्यं शत्रुसाद्भवेत् ॥ ८॥
જે રાજા નીતિબળને ત્યાગ કરી અન્યાયથી પિતાની પ્રજાને દુઃખ કરીને ધન સંગ્રહ કરે છે. તેનું અનીતિથી મેળવેલું ધન રાજ્યસહિત શત્રુને અધીન થાય છે. ૮
दण्डभूभागशूल्कानामाधिक्यात्कोशवर्धनम् ।
अनापदि न कुर्वीत तीर्थदेवकरग्रहात् ॥ ९॥ * રાજાએ સુખના સમયમાં દંડમાં, જમીનના કરમાં, અને માલ ઉપર લેવાતી. જગતમાં, વધારે કરીને તથા તીર્થ અને દેવનાં દર્શન ઉપર કર લઈને કેશ વધારે નહીં. ૯
यदा-शत्रुविनाशार्थं बलसंरक्षणोद्यतः। विशिष्टदण्डशुल्कादि धनं लोकात्तदा हरेत् ॥ १०॥
જ્યારે રાજ શત્રુને નાશ કરવા માટે સેનામાં વધારે કરવાને તૈયાર થાય ત્યારે તેણે લોકોની પાસેથી દંડ તથા શુલ્ક વગેરે ધન વિશેષ લેવાં. ૧૦
धनिकेभ्यो भृतिं दत्त्वा स्वापत्तौ तद्धनं हरेत् ।
राजा स्वापत्समुत्तीर्णस्तत्स्वं दद्यात्सवृद्धिकम् ॥ ११ ॥ રાજાએ પોતાની આપત્તિના સમયમાં ધનવાનોને વ્યાજ આપીને તેનું ધન લેવું, અને આપત્તિમાંથી મુક્ત થયા પછી તેનું ધન વ્યાજ સહિત પાછું આપવું. ૧૧
प्रजान्यथा हीयते च राज्यं कोशो नृपस्तथा । हीना प्रबलदण्डेन सुरथाद्या नृपा यतः ॥ १२ ॥
પરંતુ રાજા નિર્ધન થઈને બેસી રહે અને પોતાની સેનાનું રક્ષણ ન કરે તા, જેમ સરથાદિ રાજા નિર્બળ હોવાથી તેઓને બળવંત શત્રુઓએ નાશ કર્યો હતો. તેમ રાજ્યકોશ તથા રાજા નાશ પામે છે.૧૨
दण्डभूभागशुल्कैस्तु विना कोशाहलस्य च । संरक्षणं भवेत्सम्यग्यावदिशतिवत्सरम् । तथा कोशस्तु सन्धार्यः स्वप्रजारक्षणक्षमः ॥ १३ ॥
For Private And Personal Use Only