________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંડ રૂપાંતર નીતિ.
मध्यमं साहसं चादौ यथोक्तं तदनन्तरम् । द्विगुणं त्रिगुणं पश्चाद्यावजीवं तु बन्धनम् । प्रथमं साहसं कुर्वन्नधमो दण्डमर्हति ॥ ८४ ॥
કનિષ્ટ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે તે પ્રથમ પંક્તિની શિક્ષાને પાત્ર થાય છે; પુનઃ અપરાધ કરે છે ત્યારે તે મધ્યમ પંક્તિની શિક્ષાને પાત્ર થાય છે, પુનઃ અપરાધ કરે ત્યારે તે કહ્યા પ્રમાણે બમણી ને ત્રમણ શિક્ષાને પાત્ર થાય છે. છતાં પુનઃ અપરાધ કરે તે છેવટે જીવિતપર્યત બંદીખાનાની શિક્ષાને પાત્ર થાય છે. ૮૪
अर्द्ध यथोक्तं द्विगुणं त्रिगुणं बन्धनं ततः । मध्ययं साहसं कुर्वन्नधमो दण्डमर्हति ॥ ८५ ॥ કનિષ્ઠ પુરૂષ બીજીવાર અપરાધ કરે તો તે અપરાધના પ્રમાણમાં અર્થ, બમણુ કે વમણે શિક્ષાને પાત્ર થાય છે. છતાં પણ અપરાધ કરે છે તે મધ્યમ પ્રકારની કેદખાનાની શિક્ષાને પાત્ર ઠરે છે. ૮૫
पूर्वसाहसमादौ तु यथोक्तं द्विगुणं ततः । ततः संरोधनं नियं मार्गसंस्करणार्थकम् । उत्तमं साहसं कुर्वन्नधमो दण्डमहति ॥ ८६ ॥ मध्यमं साहसं चादौ यथोक्तं द्विगणं ततः । यावज्जीव बन्धनं च नीचकमैव केवलम् ॥ ८७ ॥ કનિષ્ઠ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે સાધારણ શિક્ષાને પાત્ર કરે છે, ત્યાર પછી અપરાધ કરે તો કહ્યા પ્રમાણે બમણી શિક્ષાને પાત્ર થાય છે છતાં પણ અપરાધ કરે છે તે મોટી શિક્ષાને પાત્ર થાય છે. અને તેને હંમેશાં રસ્તાઓ વાળવા પડે છે તથા કેદ ભેગવવી પડે છે. અથવા તે પ્રથમ અપરાધ કરે છે ત્યારે સાધારણ દંડને પાત્ર થાય છે, ફરી અપરાધ કરે છે ત્યારે બમણી શિક્ષાને પાત્ર થાય છે. અને ફરી અપરાધ કરે છે તો યાજજીવિત કેદખાનાની શિક્ષાને પાત્ર થાય છે. અને તેને કેવળ હલકાં કામ કરવાં પડે છે. ૮૬-૮૭
हरेत्पादं धनात्तस्य यः कुर्याद्धनगर्वतः ।। पूर्वं ततोऽईमखिलं यावज्जीवं तु बन्धनम् ॥ ८॥
જે મનુષ્ય ધનના ગર્વથી અપરાધ કરે તે તેના ધનમાંથી દંડ તસ્કેિ ચોથો ભાગ લેવો. બીજીવાર અપરાધ કરે ત્યારે અર્થ ધન દંડ તરિકે હરવું અને ત્રીજી વાર અપરાધ કરે તે સર્વ ધન હરી લેવું તથાપિ અપરાધ કરે તે પછી તેને ચાવજજીવિત કેદખાનાની શિક્ષા કરવી. ૮૮
૧૮
For Private And Personal Use Only