________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર
દંડ રૂપાંતર નીતિ. नेत्रवत्तविकाराद्यैर्भावैर्मानसिकं तथा । क्रियया कायिकं वीक्ष्य वाचिकं क्रूरशब्दतः ॥ ७२ ॥ सांसर्गिक साहचर्येात्वा गौरवलाघवम् । उत्पन्नोत्पत्स्यमानानां कार्याणां दण्डमावहेत् ॥ ७३ ॥
નેત્ર, મુખ વગેરેના વિકારથી થયેલ અપરાધ માનસિક, કર્મવડે થયેલ કાયિક, ફૂર વચનોવડે થયેલ વાચિક અને સહચરના પ્રસંગથી થયેલો સાંસર્ગિક અપરાધ કહેવાય છે. તે સર્વ અપરાધની ગુરતા અને લઘુતા જાણુને રાજાએ-કરેલાં અને ભવિષ્યમાં કરવાનાં પાપકર્મની શિક્ષા આપવી. ૭૨-૭૩
प्रथमं साहसं कुर्वन्नुत्तमो दण्डमर्हति । न्याय्यं किमिति संपृच्छेत्तवैवेयमसत्कृतिः ॥ ७४ ॥
ઉત્તમ મનુષ્ય અપરાધ કરે તો તે પ્રથમ પંક્તિની શિક્ષાને પાત્ર થાય છે. તેને પુછવું કે, આ કામ શું નીતિ ભરેલું છે કે આ અનીતિ તારીજ કરેલી છે કે? (ના, હું તેમ નથી માનતો) ૭૪
अपराधं यथोक्तं च द्विगुणं त्रिगुणं ततः। मध्यमं साहसं कुर्वन्नुत्तमो दण्डमर्हति ॥ ७५॥
ઉત્તમ મનુષ્ય પ્રથમ કરતાં વધારે અપરાધ કરે તો તેને બીજી પંક્તિની શિક્ષા કરવી, એટલે (કે) આ કામ શું નીતિ ભરેલું છે કે? વગેરે તીણ વેણ કહી સંભળાવવાં. બમણે અપરાધ કરે છે તે કહેવા મુજબ બમણું શિક્ષાને પાત્ર થાય છે; અને ત્રમણે અપરાધ કરે તો તે પ્રમાણે ત્રિગુણુ શિક્ષાપાત્ર થાય છે. તાત્પર્ય કે પ્રથમ સાધારણ શિક્ષા કર્યા છતાં પણ જે બે ત્રણવાર અપરાધ કરે તો તેને તેના અપરાધના પ્રમાણમાં શિક્ષા કરવી.) ૭૫
धिग्दण्डं प्रथमं चाद्यसाहसं तदनन्तरम् ।
यथोक्तं तु तथा सम्यग्यथावृद्धि ह्यनन्तरम् ॥ ७६ ॥ ઉત્તમ મનુષ્ય પ્રથમ અપરાધ કરે ત્યારે તેને પ્રથમ ધિક્કારનાં વચનો કહેવાં, છતાં પણ અ૫રાધ કરે તે તેને પ્રથમ પંકિતની શિક્ષા કરવી; પુનઃ પણ અપરાધ કરે તે અપરાધના વધારા પ્રમાણે જેટલી શિક્ષા કહી હેય તેટલી શિક્ષા કરવી. ૭૬
उत्तमं साहसं कुर्वन्नुत्तमो दण्डमर्हति ॥ ७७ ॥ માટે માણસ મહાઅપરાધ કરે છે તે મોટી શિક્ષાને પાત્ર ઠરે છે. હ૭ प्रथमं साहसं चादौ मध्यमं तदनन्तरम् । यथोक्तं द्विगुणं पश्चादवरोधं ततः परम् ॥ ७८ ॥
For Private And Personal Use Only