________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
दण्डयस्यादण्डनान्नित्यमदण्ड्यस्य च दण्डनात् ।
अतिदण्डाच्च गुणिभिस्त्यज्यते पातकी भवेत् ॥ १४ ॥ જે રાજા નિત્ય, શિક્ષાપાત્રને શિક્ષા કરે નહીં, શિક્ષાપાત્ર ન હોય તેવા મનુષ્યને શિક્ષા કરે તથા અપરાધ કરતાં વિશેષ શિક્ષા કરે તેવા રાજાને ગુણ પુરૂષો ત્યાગ કરે છે અને તે પાતકી થાય છે. પ૪
अल्पदानान्महत्पुण्यं दण्डप्रणयनात्फलम् । शास्त्रेषूक्तं मुनिवरैः प्रवृत्त्यर्थ भयाय च ॥ १५ ॥
મુનિયોએ લોકોને દાન ધર્મમાં ચલાવવા માટે અને ભય માટે શાસ્ત્રમાં જણાવ્યું છે કે, થોડુંક દાન કરવાથી પણ મોટું પુણ્ય થાય છે તથા શાસ્ત્ર પ્રમાણે શિક્ષા કરવાથી પણ મોટું પુણ્ય થાય છે. પપ
अश्वमेधादिभिः पुण्यं तत्किं स्यात्स्तोत्रपाठतः । क्षमया यत्तु पुण्यं स्यात्तात्क दण्डनिपातनात् ॥ १६ ॥
પરંતુ અશ્વમેધ આદિ ચો કરવાથી જે પુણ્ય થાય છે તે શું સ્તોત્રના પાઠ કરવાથી થાય છે ? તથા ક્ષમા વડે જે પુણ્ય થાય છે તે પુણ્ય શું શિક્ષા કરવાથી થાય છે ? ૫૬
स्वप्रजादण्डनाच्छ्रेयः कथं राज्ञो भविष्यति । तद्दण्डाज्जायते कीर्तिर्धनपुण्यविनाशनम् ॥ १७ ॥
પોતાની પ્રજાને કેવળ શિક્ષા કરવાથી રાજાનું કલ્યાણ કેમ થાય? પ્રજાને શિક્ષા કરવાથી તે રાજાની કીર્તિ, ધન, અને પુણ્યનો નાશ થાય છે. પ૭
नृपस्यधर्मपूर्णत्वाद्दण्डः कृतयुगे न हि । त्रेतायुगे पूर्णदण्डः पादाधर्माः प्रजा यतः ५८ ॥ द्वापरे चार्धधर्मत्वात्रिपाद्दण्डो विधीयते । प्रजा निःस्वा राजदौष्टयादण्डाधं तु कलौ यथा ॥ ५९॥ સત્યયુગના વારામાં રાજા અને પ્રજા પૂર્ણપણે ધર્મિષ્ઠ હતાં, માટે તે સમયમાં દંડ ન હતો. ત્રેતાયુગમાં પ્રજાની અંદર ત્રણ ચતુર્થાંશ ધર્મ રહે અને એક ચતુશ અધર્મ રહે માટે રાજાએ પૂર્ણ દંડ ધારણ કર્યો. દ્વાપરયુગમાં અર્ધ અર્થે અધર્મ હોવાથી ત્રણ ચતુર્થાંશ દંડ ચાલતો હતા, ને કળિયુગમાં રાજના અધર્માચરણથી પ્રજા નિધન થઈ માટે રાજાએ અર્બોઅર્ધ દંડ રાખ્યો છે. ૫૮-૫૯
युगप्रवर्तको राज्ञा धर्माधर्मप्रशिक्षणात् । युगानां न प्रजानां न दोषः किन्तु नृपस्य हि ॥६॥
For Private And Personal Use Only