________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ આદિ નીતિ.
૧૯૭
અને તેના કરતાં ઓછા બળવાળા રાજાઓને ઉશ્કેરીને શત્રુમાં ફાટફુટ કરવી તેને ભેદ કહે છે. ૩૪
दस्युभिः पीडनं शत्रोः कर्षणं धनधान्यतः । तच्छिद्रदर्शनादुग्रबलैर्नीच्या प्रभीषणम् । प्राप्तयुद्धानिवृत्तित्वैस्त्रासनं दण्ड उच्यते ॥ ३५ ॥ શત્રુને લૂંટારાઓ દ્વારા પીડવા, તેનાં ઘન અને ધાન્યને છીનવી લેવાં, તેનાં છિદ્રો જોઈને ન્યાયની રીતે તેનાથી અધિક બળવાન્ શત્રુ દ્વારા તેને ભય ઉપજાવ તથા યુદ્ધ સમયે પાછા હઠે નહીં તેવા લોકો દ્વારા તેને ત્રાસ અપાવા તે દંડ કહેવાય છે. ૩૫
શિયામાપણા હિ મિત્તે જ યથાતઃ |
સામ, દામ, ભેદ અને દંડ આ ચાર ઉપાય પિતાની યોગ્યતા પ્રમાણે જુદાં જુદાં કાર્ય કરનારા છે, માટે તે જુદા જુદા ગણાય છે. ૩૬
सर्वोपायैस्तथा कुर्यान्नीतिज्ञः पृथिवीपतिः ।
યથા સ્વામ્યાધ ન પુર્મિત્રોદાલીનરાવઃ | ૨૭ છે. નીતિકુશળ રાજાએ (સામ, દામ, ભેદ અને દંડ) ઉપાયને એ પ્રયોગ કરો કે જેમ મિત્ર, મધ્યસ્થ તથા શત્રુઓ પોતાના કરતાં અધિક બળવાન થાય નહીં. ૩૭
सामैव प्रथमं श्रेष्ठं दानं तु तदनन्तरम् । । । सर्वदा भेदमं शत्रोर्दण्डनं प्राणसंशये ॥ ३८ ॥
(શત્રુ ઉપર) પ્રથમ સામનો જ ઉપયોગ ઉત્તમ ગણાય છે, જ્યારે સામનું બળ ચાલે નહીં ત્યારે દામને, તેનાથી પણું કામ થાય નહીં તો પછી સર્વદા ભેદને, તેનું પણ ચાલે નહીં અને પ્રાણસંકટ આવી પડે ત્યારે દંડને ઉપયોગ કરવો. ૩૮
प्रबलेऽरौ सामदानौ सामभेदोऽधिके स्मृतौ। भेददण्डौ समे कार्यो दण्डः पूज्यः प्रहीनके ॥ ३९ ॥
પ્રબળ શત્રુના ઉપર સામ, દામને અધિક બળવાન્ શત્રુઉપર સામ અને ભેદને, સમાન બળવાળા શત્રુ ઉપર ભેદ દંડન, દુર્બળ શત્રુના ઉપર દંડને ઉપયોગ કરવો, એ શ્રેષ્ઠ ગણાય છે. ૩૯
मित्रे च सामदानी स्तो न कदा भेददण्डने ॥ ४०॥ મિત્રના ઉપર સામ દામને ઉપયોગ કરે, પણ કેઈ દિવસ ભેદ અને દંડને ઉપયોગ કરવો નહીં. ૪૦
For Private And Personal Use Only