________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
त्वत्समस्तु सखा नास्ति मित्रे साम इदं स्मृतम् । मम सर्वं तवैवास्ति दानं मित्रे सजीवितम् ॥ २९ ।।
જેને સ્વભાવ, વિદ્યા, જાતિ, વ્યસન અને આજીવિકા એક હોય તેવા સરળવૃત્તિના નિષ્કપટી મનુષ્યના સહવાસમાં કદાચ તેઓની સાથે મિત્રતા થાય તે મિત્રને કહેવું કે “તારા જેવો મારે બીજો કોઈ મિત્ર નથી, તેનું નામ સામ વચન કહેવાય છે; અને મારા જીવન સહિત સર્વ વસ્તુ તારીજ છે, આમ કહેવું તે દાન કહેવાય છે. ૨૮-૨૯
मित्रेऽन्यमित्रसुगणान्कीर्तयेद्भेदनं हि तत् ।
मित्रे दण्डो न करिष्ये मैत्रीमेवंविधोऽसि चेत् ॥ ३० ॥ હરકોઈ મનુષ્ય, મિત્રની પાસે બીજા મિત્રોના ગુણો ગાય તે ગુણગાન મિત્રના મનમાં ભિન્નતા ઉપજાવે છે-માટે તે ભેદ ગણાય છે; અને તું આ છે માટે હું તારી સાથે મિત્રતા કરીશ નહીં. આમ મિત્રને કહેવું તે દંડ કહેવાય છે. ૩૦
यो न संयोजयेदिष्टमन्यानिष्टमुपेक्षते । उदासीनः स न कथं भवेच्छत्रुः सुसान्धकः ॥ ३१॥
જે કોઈનું ભલું કરે નહી અને ભુંડું કરનારાની દરકાર કરે નહી, તેને ઉદાસીન જાણવો. તે કેમ સુસાંધિક શત્રુ બને નહીં ? ૩૧
परस्परमनिष्टं न चिन्तनीयं त्वया मया। सुसाहाय्यं हि कर्तव्यं शत्रौ साम प्रकीर्तितम् ॥ ३२॥
તારે અને મારે પરસ્પર કોઈનું ભુંડું કરવાનો વિચાર કરવો નહીં, પણ પરસ્પર સારી રીતે સહાયતા કરવી–આ પ્રમાણે શત્રુ સાથે થયેલી વાત સામ કહેવાય છે. ૩૨
करैर्वा प्रमितैनामैवत्सरे प्रबलं रिपुम् । तोषयेत्तद्धि दानं स्याद्यथायोग्येषु शत्रुषु ॥ ३३ ॥ ચચિત શત્રુઓમાં બળવાન શત્રુને વર્ષે વર્ષે રાજ્યના અમુક કરે અથવા તે ગામે આપીને પ્રસન્ન કરવા તેને દામ કહે છે. ૩૩
शत्रुसाधकहीनत्वकरणात्पबलाश्रयात । तद्धीनतोज्जीवनाच्च शत्रुभेदनमुच्यते ॥ ३४ ॥ પોતાના કરતાં અધિક બળવાન શત્રુઓને પરાજય કરવા માટે તથા હિનબળકરવા માટે તેના કરતાં અધિક બળવાન રાજાને આશ્રય કરીને
For Private And Personal Use Only