________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.. જેનું મન પરનાં દુખે સદા પીંગળે છે, જે કાઈની પ્રેરણા વિનાજ સ્વતઃ પરનું ભલું કરવા માટે પ્રયત્ન કરે છે, કોઈની પ્રેરણ વિના જ સામા મનુષ્યનો સત્કાર કરે છે. તથા સમય ઉપર જે (મિત્રનું અને તેની સ્ત્રીનું, ધનનું, તથા બીજી ગુહ્ય વાર્તાનું રક્ષણ કરે છે. આ મિત્રને ઉત્તમ મિત્ર કહ્યા છે, જેનું મન પરના દુઃખે સદા પીંગળે છે, જે પ્રેરણ વગર બીજાનું ભલું કરવા પ્રયત્ન કરે છે અને જે પ્રેરણા વિના જ પરને સત્કાર કરે છે તેને ત્રિપદ (મધ્યમ) મિત્ર કહ્યા છે; તથા જેનું મન પરના દુઃખથી નિત્ય પગળે છે અને જે પ્રેરણું વિનાજ સામા મનુષ્યનું ભલું કરવા માટે પ્રયત્ન કરે છે તેને દ્વિપદ મિત્ર કહ્યું છે; અને જેનું મન પરના દુઃખે નિત્ય પીગળે છે તેને એકાદમિત્ર કહ્યા છે. ૩-૪
अनन्यस्वत्वकामत्वमेकस्मिन्विषये द्वयोः । વૈરિક્ષમતદાઢનારાનશારિતા | ૧ એક વસ્તુ ઉપર બન્ને જણાએ પોતાનું જ ઉપરીપણું કરવાની ઈચ્છા કરવી અથવા તો બીજાનું અનિષ્ટ કરવું આ બન્ને વસ્તુ વૈરનું કારણ છે. ૫
भ्रात्रभावे पितृद्रव्यमखिलं मम वै भवेत् । न स्यादेतस्य वश्ये ऽयं स ममैव स्यात्परस्परम् ॥ ६ ॥ भोक्ष्ये ऽखिलमहं चैतद्विनान्यं स्तः सुवैरिणौ । द्वेष्टि द्विष्ट उभौ शत्रू स्तश्चैकतरसंज्ञकौ ॥ ७ ॥
ભાઈ નહીં હોય ત્યારે પિતાનું સર્વ ધન માર્જ થશે, આ ધન “ ભાઇનું કહેવાય નહીં, પણ મારૂં! ભાઈ મારે અધિનજ રહે, બીજો ભાઈ નહી હોય ત્યારે આ સર્વ દ્રવ્ય હું એકલો જ ભેગવીશ, આ પ્રમાણે જેઓ પરસ્પર વિચાર કરે છે તે બને પરસ્પર મેટા શત્ર બને છે; અને જે મનુષ્ય પારકાને દ્વેષ કરે છે તથા પોતે સામાને પાત્ર થયો હોય તે બન્ને જણ એકતર નામના શત્રુ ગણાય છે. ૬-૭
शूरस्योत्थानशीलस्य बलनीतिमतः सदा । सर्वे मित्रा गूढवैरा नृपाः कालप्रतीक्षकाः ॥ ८॥
भवन्तीति किमाश्चर्यं राज्यलुब्धा न ते हि किम् ।
સર્વે રાજાઓ, નિરંતર શૂરવીર, ઉત્સાહવાળા, બળવંત અને નીતિ પ્રવીણ એવા મનુષ્ય ઉપર ગુપ્ત રીતે વેર રાખે છે, (પણ) ઉપરથી તેઓના મિત્ર બનીને પોતાના ઉદયકાળની રાહ જુવે છે-જ્યારે પોતાનો ઉદય થાય છે ત્યારે તેઓને તે નિર્બળ કરે છે આમાં આશ્ચર્ય શું ? તેઓ શું રાજ્ય લેભી ન હોય કે? ૮
For Private And Personal Use Only