________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
स्वदुर्गुणश्रवणतो यस्तुष्यति न क्रुध्यति । स्वदोषस्यप्रविज्ञाने यतते त्यजति श्रुते । स्वगुणश्रवणान्नित्यं समस्तिष्ठति नाधिकः ॥ ३०४ ॥ दुर्गुणानां खनिरहं गुणाधानं कथं मयि । मय्येव चाज्ञताप्यस्ति मन्यते सोऽधिकोऽखिलात् ॥ ३०५ ॥ स साधुस्तस्य देवा हि कलालेशं लभन्ति न ॥ ३०६ ॥
જે મનુષ્ય પોતાનાં અવગુણ સાંભળીને પ્રસન્ન થાય છે, પરંતુ કહેનારા ઉપર ગુસ્સે થતો નથી, પોતામાં વસતા દુર્ગુણોને જાણવા માટે પ્રયત્ન કરે છે; અને જાણ્યા પછી તેનો ત્યાગ કરે છે, પોતાના ગુન્ સાંભળીને હંમેશાં નમ્ર રહે છે પણ અહંકારી થતું નથી, હું દુર્ગુણને ભંડાર છું, મારા વિશે ગુણો કેમ વાસ કરે હું મૂર્ખ છું એમ જે માને છે, તેને સર્વ કરતાં શ્રેષ્ટ ને પુરૂષ સમજ; અને દેવે પણ તેની કળાને લેશ માત્ર સંપાદન કરી શકતા નથી. ૩૦૪-૩૦૬
सदाल्पमप्युपतं महत्साधुषु जायते । मन्यते सर्षपादल्पं महच्चोपळतं खलः ॥ ३०७ ॥
મોટા પુરૂષેપર જરા પણ ઉપકાર કર્યો હોય, પણ તે નિત્ય મોટો થઈ પડે છે, અને ખળ પુરૂષોપર માટે ઉપકાર કર્યો હોય તોપણું તે સર્વથી નાને ગણે છે. ૩૦૭
क्षमिणं बलिनं साधुर्मन्यते दुर्जनोऽन्यथा ।
दुरुक्तमप्यतः साधोः क्षमयेदुर्जनस्य न ३०८ ॥ સજ્જન, ક્ષમાવાનને બળવંત ગણે છે, અને દુર્જન ક્ષમાવાનને નિર્બળ ગણે છે; માટે સાધુ પુરૂષના કડવાં વેણું પણ સહન કરવાં. પણ દુર્જનનાં તેવા વેણું સહન કરવો નહીં. ૩૦૮
तथा न क्रीडयेत्कैश्चित्कलहाय भवेद्यथा । विनोदेऽपि वदेन्नेवं ते भार्या कुलटास्ति किम् ? ॥ ३०९ ॥
જે રમત કરતાં કલહ નિપજે તેવી રમત કોઈની સાથે રમવી નહીં, તથા તારી સ્ત્રી શું વ્યભિચારિણી છે ? એમ આનંદના સમયમાં પણ કેઈને કહેવું નહીં. ૩૦૯
अपशद्वाश्च नो वाच्या मित्रभावाच्च केष्वपि । गोप्यं न गोपयेन्मित्रे तद्गोप्यं न प्रकाशयेत् ॥ ३१० ॥
મિત્રભાવથી કેઈને અપશબ્દ કહેવા નહીં, મિત્રની આગળ કંઈ પણ વાત ગુપ્ત રાખવી નહીં, અને મિત્રની ગુપ્ત વાર્તા પસિદ્ધ કરવી નહીં. ૩૧૦
For Private And Personal Use Only