________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક ગુણનીતિ.
૧૮૭ વટેમાર્ગુએ સદા રસ્તામાં ચાલતાં સથવારે રાખો, પણ કોઈવાર એકલાં જવું નહીં તેથી જે ગામની પાસે સારા માર્ગ ને પાણી હોય તથા ભય ન હોય તેવા ગારામાં વિશ્રામ કરો. પણ ઉજડ રસ્તા ઉપર કે જંગલમાં ઉતરવું નહીં. ૨૮–૨૯૭
अत्यटनं चानशनमातमैथुनमेवच । अत्यायासश्च सर्वेषां द्राग्जराकरणं महत् ॥ २९८ ॥
અત્યંત ભટકવું, ઉપવાસ કરવા, અતિ મૈથુન કરવું અને અતિ પરિશ્રમ કરોઆ સર્વ મનુષ્યોને તુરત મોટું ઘડપણું લાવે છે. ૨૯૮
अत्ययासो हि विद्यासु जराकारी कलासु च ॥ २९९ ॥ વિદ્યામાં અને કળામાં બહુ પરિશ્રમ કરવાથી શરીર ખળભળીને ઘરડું થાય છે. ૨૯
दुर्गुणं तु गुणीकृत्य कीर्तयेत्स प्रियो भवेत् । गुणाधिक्यं कीर्तयति यः किं स्यान्न पुनः सखा ॥ ३०० ॥
જે મનુષ્ય લોકના દેશને ગુણ કરીને ગાય છે તે પ્રિય થઈ પડે છે, ત્યારે જે મનુષ્ય મૂળ ગુણને જ વધારીને ગાય તો તે શા માટે મિત્ર થાય નહીં? ૩૦૦
दुर्गुणं वक्ति सत्येन प्रियोऽपि सोऽप्रियो भवेत् । गुणं हि दुर्गणीकृत्य वक्ति यः स्यात्कथं प्रियः ॥ ३०१ ॥ પ્રિય મિત્ર પણ જે મિત્રને તેના ખરા અવગુણે કહી બતાવે તે તે અપ્રિય થઈ પડે છે, ત્યારે જે મનુષ્ય ગુણને અવગુણ કરીને ગાય છે તે કેમ પ્રિય લાગે? તેના ઉપર તે અપ્રીતિજ થાય. ૩૦૧
स्तुत्या वशं यान्ति देवा सञसा किं पुनर्नराः । प्रत्यक्ष दुर्गुणान्नैव वक्तुं शक्नोति कोऽप्यतः ॥ ३०२ ॥
દેવો પણ સ્તુતિ કરવાથી શિધ્ર વશ થાય છે, ત્યારે મનુષ્ય સ્તુતિ કરવાથી કેમ વશ ન થાય ? થાય જ. માટે કઈપણુ મનુષ્ય પ્રત્યક્ષમાં કોઈના અવગુણે ગાઈ શકતો નથી. ૩૦૨
સ્વાર્થ વાતો વિશ્રુવારાશ્વતઃ II રૂ૦ રૂ I
મનુષ્ય લોક વ્યવહાર તથા શાસ્ત્રાવડે પિતાના અવગુણેના પિતે વિચાર કરો. ૩૦૩
For Private And Personal Use Only