________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
चण्डायते विवदते स्वपित्यश्नाति मादकम् । करोति निष्फलं कर्म मूर्यो वा स्वेष्टनाशनम् ॥ २६९ ॥
મનુષ્ય કાં તે ભયંકર કર્મ કરે છે, અથવા તો વિવાદ કરે છે, ' અથવા તો સુઈ રહે છે, વા તે માદક ખાય છે કે પછી બીજી કેરી
વસ્તુનું પાન કરે છે-વ્યર્થ કામ કરે છે, અથવા તે પિતાનું જ બુરું ; કરે છે. ૨૬૯
तमोगुणाधिकं क्षात्रं ब्राह्म सत्त्वगुणाधिकम् ।।
अन्यद्रजोऽधिकं तेजस्तेषु सत्त्वाधिकं वरम् ॥ २७० ॥ . ક્ષત્રિયના તેજમાં તમોગુણ અધિક હોય છે, બ્રાહ્મણના તેજમાં સત્વગુણ અધિક હોય છે, અને વૈશ્યના તેજમાં રજો ગુણ અધિક હોય છે. તે તેમાં જ્યાં આગળ અધિક સત્વગુણ હોય તે ઉત્તમ ગણાય છે. ર૭૦
सर्वाधिको ब्राह्मणस्तु जायते हि स्वकर्मणा । तत्तेजसोऽनुतेजांसि सन्ति च क्षत्रियादिषु ॥ २७१ ॥
બ્રાહ્મણ પોતાનાં જર્મને લીધે સર્વ કરતાં શ્રેષ્ઠ ગણાય છે, બ્રાહ્મણમાં રહેલાં તેજ કરતાં ક્ષત્રિયાદિકમાં રહેલાં તેજ ઉતરતાં ગણાય છે. ર૭૧
स्वधर्मस्थं ब्राह्मणं हि दृष्टा बिभ्यात चेतरे । क्षत्रियाद्यां नान्यथा स्वधर्म चातः समाचरेत् ॥२७२॥
ક્ષત્રિય વગેરે જાતિ, સ્વધર્મમાં વર્તતા બ્રાહ્મણને જોઈને ભય પામે છે; પણ ધર્મભ્રષ્ટ બ્રાહ્મણને જોઇને ભય પામતા નથી. માટે બ્રાહ્મણે સ્વધર્મ પાળવો. ર૭ર
न स्यात्स्वधर्महानिस्तु यया वृत्त्या च सा वरा । स देशः प्रवरो यत्र कुटुम्बपरिपोषणम् ॥ २७३ ॥
જે આજીવિકાથી સ્વધર્મની હાની થાય નહીં તે આજીવિકા ઉત્તમ અને જે દેશમાં કુટુંબનું સર્વ પ્રકારે પોષણ થાય તે દેશ પણ ઉત્તમ. ૨૭૭
कृषिस्तु चोत्तमा वृत्तिर्या सरिन्मातृका मता । मध्यमा वैश्यवृत्तिश्च शूद्रवत्तिस्तु चाधमा ॥ २७४ ॥ નદીની નહેર ઉપર પાક્તી ખેતીપરની આજીવિકા ઉત્તમ માનેલી છે, વ્યાપાર ઉપરની આજીવિકા મધ્યમ માનેલી છે, અને શક વૃત્તિ-સેવાવૃત્તિને - કનિષ્ઠ માનેલી છે. ર૭૪
For Private And Personal Use Only