________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર નીતિ.
૧૯૯
कुशलः सर्वविद्यासु स पुत्रः प्रीतिकारकः । ફુવો વિપરીતો દુર્ણ ધનનારા: ૨૬૨ .
જે પુત્ર માતાપિતાની આજ્ઞા પાળે છે, આળસ રહિત થઈ તેની સેવા કરે છે છાયાની પેઠે નિત્ય તેને અનુસરે છે, ધન મેળવવા માટે પ્રયત્ન કરે છે અને સર્વ વિદ્યામાં કુશળ હોય છે, તે પુત્ર, માતાપિતાને પ્રેમ ઉપજાવે છે; અને જે પુત્ર માતાપિતાથી વિરૂદ્ધાચરણ કરે છે, દુર્ગણી હોય છે અને ધન ઉડાવે છે તે કુપુત્ર માતાપિતાને દુ:ખ આપે છે. ૨૫૧-રપર
पत्यौ नित्यं चानुरक्ता कुशला गृहकर्मणि । पुत्रप्रसूः सुशीला या प्रिया पत्युः सुयौवना ॥ २५३ ॥
જે સ્ત્રી હંમેશાં સ્વામી ઉપર પ્રેમ રાખતી હોય, ઘરના કામમાં કુશળ હોય, પુત્રવતી, સુશળવતી અને તરૂણું હોય, તે સ્ત્રી પતિને પ્રિય લાગે છે. ૨૫૩
पुत्रापराधान्क्षमते या पुत्रपरिपोषिणी । सा माता प्रीतिदा नियं कुलटान्यातिदुःखदा॥ २५४ ॥
જે માતા પોતાના પુત્રના અપરાધોને સહન કરે છે અને તેનું પોષણ કરે છે, તે માતા નિત્ય પુત્રને આનંદ આપે છે; અને જે માતા, પુત્રનું પોષણ કરતી નથી તથા વ્યભિચાર કરે છે તે માતા પુત્રને નિત્ય દુઃખદાયી છે. ૨૫૫
विद्यागमार्थ पुत्रस्य वृत्त्वर्थ यतते च यः। पुत्रं सदा साधु शास्ति प्रीतिकृत्स पितानृणी ॥ २५५ ॥
જે પિતા, પુત્રને વિદ્યા ભણાવવા માટે તથા તેની આજીવિકા માટે પ્રયત્ન કરે છે, અને પુત્રને નિત્ય સદુપદેશ આપે છે તે પિતા પુત્રને પ્રેમ ઉપજાવે છે અને તે પુત્રના ત્રણમાંથી મુક્ત થાય છે. ૨૫૫
यः सहायं सदा कुर्यात्प्रतीपं न वदेत्कचित् । सत्यं हितं वक्ति याति दत्ते गृहाति मित्रताम् ।। २५६ ॥
જે મનુષ્ય હંમેશાં બીજાને સહાય કરે છે, કોઈ વખત પરનું નઠારૂં બેલતો નથી, પણ સત્ય તથા હિતકર બોલે છે, તે બીજાને મિત્ર થાય અને બીજાને વસ્તુ આપે છે તથા પોતે લાભની વસ્તુને ગ્રહણ કરે છે. ૨૫૬
नीचस्यातिपरिचयो ह्यन्यगेहे सदा गतिः । जातौ सङ्के प्रातिकूल्यं मानहान्यै दरिद्रता ॥ २६७ ।। નીચ મનુષ્યની સાથે અત્યંત પરિચય, પર વારંવાર જવું, પિ
For Private And Personal Use Only