________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર નીતિ.
૧૭ શરવીરતા ભૂષણ છે, ગાયનું અધિક દુધદાન ભૂષણ છે, તપસિવોનું ઈદ્રિયનિગ્રહ ભૂષણ છે, વિદ્વાનનું વકૃત્વ ભૂષણ છે, ચાકરેને સ્વામી પર અનન્યભક્તિ ભૂષણ છે, સભ્યનું સમદષ્ટિ ભૂષણ છે, સાક્ષીયોનું સત્યવાણી ભૂષણ છે, ભૂખનું મૌનતા ભૂષણ છે; અને સ્ત્રીનું પાતિવ્રત્ય એ ઉત્તમ ભૂષણ છે. પરંતુ ઘોડા વગેરે પ્રાણિયોમાં ઉપર જણાવેલા ગુણથી વિપરીત ગુણે હેય તે તે મહાખરાબ આભૂષણ ગણાય છે. ૨૩૫-૨૩૮
गृहं बहुकुटुम्बेन दीपैर्गोभिः सुबालकैः । भायेकनायकं नित्यं न गृहं बहुनायकम् ॥ २३९ ॥
બહુ પરિવાર, ઢોર ઢાંખર (ગાય બળદ વગેરે), બાળકે અને ઉજવળ દીવાવાળા એક ઘરમાં જે એક નાયક હોય છે તે ઘર હંમેશાં શોભે છે, પણ ઘણું નાયકવાળું એક ઘર હંમેશાં શોભતું નથી, અથાત્ તેમાં કલહ ઉત્પન્ન થાય છે. ૨૩૯
न च हिंस्रमुपेक्षेत शक्तो हन्याच्च तत्क्षणे ॥ २४० ॥
શક્તિમાન મનુષ્ય હિંસક છવ તરફ બેદરકાર રહેવું નહીં, પણ તેજ ક્ષણે તેને નાશ કર. ૨૪૦
पैशुन्यं चण्डता चौर्य मात्सर्यमतिलोभता । असत्यं कार्यघातित्वं तथालसकताप्यलम् । गुणिनामाप दोषाय गुणानाच्छाद्य जायते ॥ २४१॥
ચાડીયાપણું, રતા, ચોરી, માત્સર્ય, અતિ લાભ, અસત્ય, પરકાર્યનું નાશકારીપણું અને આળસ આટલી વસ્તુ ગુણવાનેને ગુણેને પણ ઢાંકી. દઈને તેને દૂષણ આપે છે. ૨૪૧
मातुः प्रियायाः पुत्रस्य धनस्य च विनाशनम् । बाल्ये मध्ये च वार्धक्ये महापापफलं क्रमात् ॥ २४२॥ .
બાલ્યાવસ્થામાં માતા મરી જાય, તરૂણાવસ્થામાં સ્ત્રી મરી જાય, અને વૃદ્ધાવસ્થામાં પુત્રને તથા ધનને નાશ થાય તે તેને પૂર્વજન્મમાં કરેલાં મહાપાતકનું ફળ સમજવું. ૨૪૨
श्रीमतामनपत्यत्वमधनानां च मूर्खता । स्त्रीणां षण्डपतित्वं च न सौख्यायेष्टनिर्गमः ॥ २४३ ॥
લક્ષ્મીવાનોને વાંઝીયાપણું દુઃખકર છે, નિર્ધન મનુષ્યોને મૂર્ખતા. દુઃખકર છે, સ્ત્રીને નપુંસક પતિ દુ:ખકર છે, અને મનુષ્યને ઈષ્ટજનને વિરહ દુખકર છે. ૨૪૩
For Private And Personal Use Only