________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર નીતિ.
૧૭*
आराधयति यं देवं तमुत्कृष्टतरं वदेत् । तन्न्यूनतां नैव कुर्याजोषयेत्तस्य सेवनम् ॥ २१४ ॥
જે દેવની આરાધના કરતા હોઈએ તે દેવને સર્વ દેવતા કરતાં મેટેડ કહેવો. તેને લઘુતા આપવી જ નહીં તથા તેની સેવા કરવી. ૨૧૪ .
वना दानार्जवाभ्यां न भव्यस्ति च वशीकरम् । . વાન વિષ્ણુ ફરી વૠs વત: શુ: | ૨૨૧ આ જગતમાં દાન તથા સરળતા શિવાય બીજું એક પણ વશીકરણ નથી. દૃષ્ટાંત તરિકે–ચંદ્રમા વાંકે છે, છતાં પણ વૃદ્ધિની ઈચ્છાથી પોતાના અંગનું દાન કરીને ક્ષીણ થયો છે માટે તે દીપે છે. ૨૧૫
વિચાર નીતિ, विचार्य नेहं द्वेषं वा कुर्यात्कृत्वा न चान्यथा । नापकर्यान्नोपकुर्याद्भवतोऽनर्थकारिणौ ॥ २१६ ॥ .
સ્નેહનો તથા વેષનો વિચાર કરીને કામ કરવું, પરંતુ તેનાથી ઉલટી રીતે કામ કરવું નહીં–જેમકે શત્રુનો ઉપકાર કરવો નહીં અને મિત્રનો અપકાર કરવો નહીં, કારણ કે તેમ કરવાથી બને અપકાર કરનારા થઈ પડે છે. ૨૧૬
नातिक्रौर्यं नातिशाठयं धारयेन्नातिमार्दवम् । नातिवादं नातिकार्यासक्तिमत्याग्रहं न च ॥ २१७ ॥
અતિ નિર્દયતા રાખવી નહીં, અતિ શઠતા રાખવી નહીં, અતિ કોમળતા રાખવી નહીં, અતિ વિવાદ કર નહીં, અતિ વખાણ કરવાં નહીં, કોઈ કાર્યમાં અતિ આસક્તિ રાખવી નહીં, અને કોઈ વસ્તુને માટે અતિ, આગ્રહ રાખવો નહીં. ૨૧૭
अति सर्व नाशहेतुर्वतोऽत्यन्तं विवर्जयेत् ।। उद्वेजते जनः क्रौर्यात्कार्पण्यादतिनिन्दति ॥ २१८ ॥
સર્વ અતિ નાશ કરનાર થઈ પડે છે-માટે અતિ સર્વત્ર વર્જયેત. મનુષ્ય અતિ ક્રૂરતાને લીધે ખિન્ન થાય છે અને અતિ કૃપણુતાથી નિંદાય છે. ર૧૮ )
मार्दवान्नैव गणयेदपमानोऽतिवादतः । अतिदानेन दारिद्यं तिरस्कारोऽतिलोभतः ॥ २१९ ॥
અતિ કોમળતા રાખવાથી કોઈપણ સ્થાને ગણત્રી થતી નથી, અતિ વિવાદ કરવાથી સર્વત્ર અપમાન થાય છે, અત્યંત દાન કરવાથી દરિદ્રતા આવે છે અને અતિ લોભ કરવાથી તિરસ્કાર થાય છે. ૨૧૯
For Private And Personal Use Only