________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७२
શુક્રનીતિ.
આધારે ટકી રહ્યું છે—-આ મનમાં વિચાર કરીને પોતાની ઈચ્છાનુસાર દાન તથા ધર્માચરણ કરવું. ૨૦૬-૨૦૭
भवन्ति मित्रा दानेन द्विषन्तोऽपि च किं पुनः ॥ २०८ ॥
જ્યારે દાન આપવાથી શત્રુઓ પણ મિત્ર બને છે, ત્યારે દાનવડે સામાન્ય મનુષ્યોને મિત્ર કરવા તેમાં આશ્ચર્ય શું ? ૨૦૮
देवतार्थं च यज्ञार्थ ब्राह्मणार्थ गवार्थकम् । यदत्तं तत्पारलौक्यं संविदत्तं तदुच्यते ॥ २०९ ॥
પરલોકના સુખ સાધન સારૂં, દેવ માટે, યજ્ઞમાટે, બ્રાહ્મણ માટે અને નેપાળન માટે જે ધન દાન કરવામાં આવે છે તે દાન સવિદ્ દાન-જ્ઞાન દાન કહેવાય છે. ૨૦૯
वन्दिमागधमल्लादिनटनार्थं च दीयते । पारितोष्यं यशोऽथ तु श्रिया दत्तं तदुच्यते ॥ २१०
ચશને માટે બંદીજને, માગધ અને મલ વગેરેને તેના કાર્યના બદલામાં ઇનામ તરિકે જે ધનદાન આપવામાં આવે છે તે સંપદુદાન કહેવાય છે. ૨૧૦
उपायनीकृतं यत्तु सुहृत्सम्बन्बिन्धुषु । विवाहादिषु चाचारदत्तं हीदत्तमेव तत् ॥ २११ ॥
વિવાહાદિક ઉસમાં મિત્રને, સંબંધીને અને ભાઈને પહેરામણ તરિકે જે આપવામાં આવે છે તથા વ્યવહાર તરિકે જે આપવામાં આવે છે તે લજજાદાન કહેવાય છે. ૨૧૧
राज्ञे च बलिने दत्तं कार्यार्थ कार्यघातिने । पापभीयाथवा यच्च तत्तु भीदत्तमुच्यते ॥ २१२ ॥
રાજાને, બળવાનને, અને કાર્યમાં વિઘ કરનારાને કાર્ય સિદ્ધ કરવા માટે અથવા તે પાપથી ડરીને જે આપવામાં આવે છે તે ભયદાન કહેવાય છે. ૨૧૨
यदत्तं हिंस्रवृद्धथै नष्टं द्यूतविनाशितम् ।
चोरैर्हृतं पापदत्तं परस्त्रीसङ्गमार्थकम् २१३ ॥ હિંસક પ્રાણોની વૃદ્ધિ માટે આપેલું હોય, જુગારની રમતમાં ખાયેલું હોય, ચાર ચોરી ગયા હોય, પાપીયોને આપ્યું હોય, અને પરસ્ત્રીના સમાગમમાં ખર્ચાયું હોય તે નદાન કહેવાય છે. ૨૦૩
For Private And Personal Use Only