________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
पश्यति स्म सजीवश्वेन्नरो भद्रशतानि च । सदारप्रौढपुत्रान्द्राक्श्रेयोऽर्थी विभजेत्पिता ।। १९५ ॥
જીવતે નર હજારે સુખ ભોગવે છે માટે શરીરના રક્ષણની આવશ્યકતા છે. પિતાએ પોતાના ધ્યેય માટે, સ્ત્રીવાળા પુત્રે જ્યારે પ્રૌઢ વયના અને ઘરને વ્યવહાર ચલાવવા શક્તિમાન થાય ત્યારે તેઓને પરસ્પર જુદા કરી દેવા. ૧૯૫
सदारभ्रातरः प्रौढा विभजेयुः परस्परम् । एकोदरा अपि प्रायो विनाशायान्यथा-खलु ॥ १९६ ॥
ભાઈ એક માના દીકરા હોય તે પણ તેઓની સ્ત્રીઓ આવે અને તેઓ મોટા થાય ત્યારે તેઓએ પોતપોતાના ભાગ વેહેચી લઈને જુદા થવું; કારણ કે તેઓ એકઠા રહે છે તે ખરેખર ઘણું કરીને માંહોમાંહે લઢી કરે છે૧૯૬
नैकत्र संवसेच्चापि स्त्रीद्वयं मनुजस्य तु । कथं वसेत्तद्वहुत्वं पशूनां तु नरद्वयम् ॥ १९ ॥
એક પુરૂષની બે સ્ત્રીઓ સાથે રહેવું નહીં–તેમ બે પશુઓએ પણ સાથે રહેવું નહીં, કારણ કે તેમાંથી કલહ થાય છે. ત્યારે ઘણી સ્ત્રી : અને ઘણાં પશુઓ તે સાથે કેમ જ રહી શકે ? ૧૯૭
विभनेयुर्न तत्पुत्रा यद्धनं वृद्धि कारणम् ।
अधमर्णस्थितं चापि यद्देयं चौत्तमर्णिकम् ॥ १९८ ॥ પિતાએ જે ધન વ્યાજ ઉપર કરજીને આપ્યું હોય અથવા તો જે ધન લેણદારને આપવા માટે રાખ્યું હોય તે ધનમાંથી ભાઈઓએ ભાગ પાડવો નહીં. ૧૯૮
यस्येच्छेदुत्तमां मैत्री कुर्यान्नार्थाभिलाषकम् । परोक्षे तद्रहश्वारं तत्स्त्रीसम्भाषणं तथा ॥ १९९ ॥
જેની સાથે ઉત્તમ મિત્રતા કરવાની ઈચ્છા હોય તેની પાસેથી પૈસા લેવાની ઈચ્છા કરવી નહીં, તેના ઘરમાં જવું નહીં, તથા પક્ષ તેની સ્ત્રી સાથે એકાંતમાં ભાષણ કરવું નહીં–તેમ કરવાથી મિત્રતાને સંગ ચાય છે. ૧૯
तन्न्यूनदर्शनं नैव तत्प्रतीपविवादनम् ।
असहाय्यं च तत्कार्ये ह्यनिष्टोपेक्षेणं न च ॥ २०० ॥ તેને વારંવાર મળવું, તેને અનુકૂળ લાગે તેમ બેલવું, તેના કામમાં સહાય કરવી, અને આપત્તિના સમયમાં તેની સંભાળ લેવી. ૨૦૦
For Private And Personal Use Only