________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ:
નહીં, તેમ તેવાની ચાકરી પણ ઈચ્છવી નહી, મહાત્મા પુરૂષોની સાથે વિરોધ કરવો નહીં, પણ સંપથી વર્તવું તથા અલ્પશાનથી ગર્વિષ્ટ થયેલા દુર્જનને રંજન કરવા નહીં-કેમકે દુર્જનની પ્રસન્નતા પણ સજજનના કો૫ સમાન હોય છે. ૧૪૭
अत्यावश्यमनावश्यं क्रमात्कार्य समाचरेत् । प्राक्पश्चाद्राग्विलम्बेन प्राप्तं कार्यं तु बुद्धिमान् ॥ १४८ ॥
બુદ્ધિશાળી મનુષ્ય બહુ જરૂરીનું કામ પ્રથમ કરવું; ત્યાર પછી સામાન્ય કામ કરવું. તે એ પ્રમાણે કરવું કે જે કામ બહુજ ઉતાવળનું હેય તે કામ પ્રથમથી જ પુરૂં કરવું; અને હાથમાં આવેલાં છતાં બહુ જરૂરી ન હોય તેવાંને પાછળથી ધીરે ધીરે પુરૂ કરવું-કે જેથી કોઈને હાની થાય નહીં. ૧૪૮
पित्राज्ञप्तेनापि मातृवधरूपे सुपुजिता ।
धृता गोतमपुत्रेण ह्यकार्ये चिरकारिता ॥ १४९ ॥ ગતમે જાણ્યું કે અહલ્યાએ ઈદ્રની સાથે વ્યભિચાર કર્યો, માટે તેમણે પોતાના પુત્ર શતાનંદને આજ્ઞા કરી કે, વત્સ “તારી માતાને મારી નાંખ; પણ શતાનંદે તે કાર્ય કરતાં વાર લગાડી, એટલામાં તમને કોપ પણ શાંત પડયો, અને તેમણે અહલ્યા ઉપર ક્ષમા કરી. આવી રીતે વિલંબે કાર્ય કરવાથી માન મળ્યું. ૧૪૯
प्रेम्णा समीपवासेन स्तुत्या नत्या च सेवया । कौशल्येन कलाभिश्च कथाभिनितोऽपि च ॥ १५० ॥ आदरेणार्जवेनैव शौर्यादानेन विद्यया । प्रत्युत्थानाभिगमनैरानन्दस्मितभाषणैः । उपकारैः स्वाशयेन वशीकुर्याजगत्सदा ॥ १५१ ॥
મનુષ્ય નિરંતર પ્રેમ બતાવીને, સહવાસ કરીને, સ્તુતિ કરીને, પ્રણામ કરીને, સેવા કરીને, કુશળતા વાપરીને, કળા દાખવીને, વાર્તાઓ કહીને, જ્ઞાન દર્શાવીને, આદર આપીને, કોમળતા વાપરીને, શૈર્યતા બતાવીને, વસ્તુ ભેટ આપીને, વિદ્યા દર્શાવીને, સામા ઉભા થઈને, સન્મુખ જઈ આદર આપીને, હર્ષ સહિત મંદહાસ્યવાળાં ભાષણ કરીને, ઉપકાર કરીને, તથા સામાં મનુષ્યના અભિપ્રાય પ્રમાણે વતીને-જગને વશ કરવું. ૧૫૦-૧૫૧
एते वश्य करोपाया दुर्जने निष्फलाः स्मृताः। तत्सन्निधिं त्यजेत्याज्ञः शक्तस्तं दण्डतो जयेत् । छलभूतैस्तु तद्रूपैरुपायैरेभिरेव वा ॥ १५२ ॥
For Private And Personal Use Only