________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય, અકર્તવ્ય. खादन्न गच्छेदध्वानं न च हास्येन भाषणम् । शोकं न कुर्यान्नष्टस्य स्वकतेरापि जल्पनम् । રસ્તે ચાલતાં ખાવું નહીં, બેલતાં બોલતાં હસવું નહીં, વાયલી વસ્તુને શોક કરવો નહીં અને પોતે કરેલું કામ કહી બતાવવું નહીં. ૧૪૨
स्वशंकितानां सामीप्यं यजेलै नीचसेवनम् । संलापं नैव श्रृणुयाद्गुप्तः कस्यापि सर्वदा ॥ १४३ ॥
પોતાને જે માણસને વિશ્વાસ ન હોય તેની પાસે ઉભા રહેવું નહીં, નીચની ચાકરી કરવી નહીં તથા હંમેશા છુપાઈને કોઈની પણ વાત સાંભળવી નહીં. ૧૪૩
उत्तमैरननुज्ञातं कार्य नेच्छेच्च तैः सह । देवैः साकं सुधापानाद्राहोश्छिन्नं शिरो यतः ॥ १४४ ॥
મોટા પુરૂષોએ જે કામ પોતાની સાથે રહીને કરવાની મના કરી હોય તે કામ તેઓની સાથે રહીને કરવાની ઇચ્છા કરવી નહીં; કારણકે દેવોની મનાહ છતાં પણ તેઓની સાથે અમૃતનું પાન કરવાથી રાહુનું મસ્તક કપાયું હતું. ૧૪૪
महतोऽसत्कृतमपि भवेत्तद्भूषणाय वै । विषपानं शिवस्यैव त्वन्येषां मृत्युकारकम् ॥ १४५ ॥
કોઈ કામ ઘણું ધિ કારવા ગ્ય ત્યાગ કરવા યોગ્ય હોય તોપણ તે કામ મહાપુરૂષને ભૂષણરૂપ થઈ પડે છે; જેમકે વિષપાન એ શંકરને જ ભૂષણરૂપ છે, પણ બીજાઓને મૃત્યુ ઉપજાવનારૂં છે. ૧૪૫
तेजस्वी क्षमते सर्व भोक्तुं वद्दिरिवानघः । न सांमुख्ये गुरोः स्थेयं राज्ञः श्रेष्ठस्य कस्यचित् ॥ १४६ ॥
પાપ રહિત તેજસ્વી મનુષ્ય અગ્નિની પેઠે સર્વ વસ્તુને ઉપભેગ કરે છે, પરંતુ સાધારણ મનુષ્ય ભોગવી શકતો નથી. ગુરૂ, રાજા, તથા સંભાવિત ગૃહસ્થની સન્મુખ ઉભું રહેવું નહીં, પણ તેની પડખે તરીકે જવું. ૧૪૬
राजा मित्रमिति ज्ञात्वा न कार्य मानसेप्सितम् । नेच्छेन्मूर्खस्य स्वामित्वं दास्यमिच्छेन्महात्मनाम् । विरोधं न ज्ञानलवदुर्विदग्धस्य रजनम् ।। १४७ ॥
રાજમાન્ય મનુણે, રાજાને પિતાને મિત્ર ગણીને સતાની મરજી પ્રમાણે કામ કરવું નહીં તથા (ડાલા) મનુષ્ય મૂર્ખનું ઉપરીપણું સ્વીકારવું
For Private And Personal Use Only