________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાની નીતિ.
તત્તમતાન સર્વવૃતાને કનૈઃ સદા , बुद्धि कौशलमेतद्धि तैः किं स्याव्यवहारिणाम् ? ॥ १० ॥
વ્યાકરણાદિક શાસ્ત્રને અનુસરનારા (તે તે શાસ્ત્રને જાણનારા પુરૂ નિત્ય પોતપોતાના શાસ્ત્રને મત સ્વીકારે છે (અને બીજું શું છે આમ કહે છે,) પરંતુ તે શાસે ભણવાથી જગતમાં વ્યવહારિક લોકોને વ્યવહારમાં શી રીતે કુશળતા આવે? વ્યવહાર જ્ઞાન તે નીતિશાસ્ત્રના અભ્યાસથી જ આવે છે. ૧૦
सर्वलोकव्यवहारस्थिातिर्नीत्या विना न हि । यथाऽशनैविना देहस्थितिर्न स्याद्धि दहिनाम् ॥ ११ ॥ જેમ ભોજન વિના શરીર ટકી શકે નહીં તેમ નીતિના જ્ઞાન વિના લેકવ્યવહાર (સંસારાચાર) જળવાય નહીં. ૧૧
રાજાની નીતિ. सर्वाभीष्टकरं नीतिशास्त्रं स्यात् सर्वसम्मतम् ।
अत्यावश्यं नृपस्यापि स सर्वेषां प्रभुर्यतः ॥ १२॥ નીતિશાસ્ત્ર સર્વને મને રથો પૂર્ણ કરે છે માટે સર્વે લોકોએ નીતિશાસ્ત્રને માન્ય કર્યું છે, તેમાં પણ રાજાને તે તે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે સર્વને સ્વામી છે-જે રાજા નીતિ જાણતા હોય તો તેની પ્રજા પણ નીતિમાં પ્રવર્તે છે. ૧૨
शत्रवो नीतिहीनानां यथापथ्याशिनां गदाः ।
सद्यः केचिच्च कालेन भवन्ति न भवन्ति च ॥ १३ ॥ કુપથ્ય કરનારાને જેમ કેટલાએક રોગો ઝટપટ થઈ આવે છે અને કેટલાએક કાળે કરીને થાય છે, તેમજ અનીતિને માર્ગે જનારા રાજાના પણ કેટલાએક શત્રુઓ તુરત ઉત્પન્ન થાય છે અને કેટલાએક કાળે કરીને પ્રગટ થાય છે. તેમજ પથ્ય પાળનારાના કેટલાએક રાગે જેમ ઝટ નાશ પામે છે, અને કેટલાએક કાળે કરીને નાશ પામે છે, તેમજ નીતિ માર્ગે ચાલનારા રાજાના પણ કેટલાએક શત્રુઓ ઝટ નાશ પામે છે અને કેટલાએક શત્રુઓ. લાંબે કાળે નાશ પામે છે. ૧૩ - नृपस्य परमो धर्मः प्रजानां परिपालनम् ।
- કુનેગ્રા નિત્ય નનયા તે વિના હ્યુમ ૧૪ | - પ્રજાનું પાલન અને દુષ્ટ લોકોને શિક્ષા, આ રાજાને મુખ્ય ધમ , પરંતુ આ બન્ને કામ નીતિ જાણ્યા વગર રાજાથી થઈ શકતાં નથી. ૧૪,
For Private And Personal Use Only