________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
ના અભ્યુદય માટે અને અલ્પાયુષ્યવાળા રાજા આદિના કલ્યાણ માટે પુષ્કળ યુક્તિયેાથી ભરેલું આ નીતિશાસ્ત્ર સક્ષેપમાં રચ્યું છે.
[કાઇને અહી શ’કા ઉત્પન્ન થાય કે જગત્માં બીજાં ઘણાં શાસ્ત્ર છે માટે નીતિશાસ્ત્રના જ્ઞાનથી શું ફળ થવાનુ છે? તે વિના પણ ચાલી શકે. એ શંકાને નિર્ણય કરવા માટે જણાવે છે કે-]
જગમાં બીજાં શાસ્ત્રા પુષ્કળ છે, પરંતુ તે શાસ્ત્ર કેવળ એકદેશી છે(અર્થાત્ કેવળ એક પેાતાનાજ વિષયનું જ્ઞાન કરાવનારાં છે) તેથી કંઇ સર્વ વ્યવહારનું જ્ઞાન થતું નથી. પર ંતુ આ નીતિશાસ્ત્ર સર્વે વ્યવહારનું જ્ઞાન કરાવી શકે છે, મનુષ્ય માત્રની આજીવિકા ચલાવે છે, મનુષ્યાને (બેાધ આપી) માદામાં રાખે છે; ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ કરે છે તથા મેાક્ષ પણ આપે છે. માટે રાજાએ નિત્ય પ્રયત્નપૂર્વક નીતિશાસ્ત્રને અભ્યાસ કરવેશ. નીતિશાસ્ત્રના અભ્યાસથી રાજાએ વગેરે પેાતાના શત્રુઓને પરાજય કરીને પેાતાની પ્રજાનું રક્ષણ કરી તેને રંજન કરી શકે છે, ઉત્તમ નીતિશાસ્ત્રમાં કુશળતા મેળવે છે અને પૃથ્વીપાલન કરવામાં પ્રતાપી નિવડે છે. ૧-૬
शद्वार्थानां न किं ज्ञानं विना व्याकरणं भवेत् ? ॥ ७ ॥
प्राकृतानां पदार्थानां न्यायतर्कैर्विना न किम् ? | विधिक्रियाव्यवस्थानां न किं मीमांसया विना ? ॥ ८ ॥
देहावधिनश्वरत्वं वेदान्तैर्न विना हि किम् ? ॥ स्वस्वाभिमतबोधीनि शास्त्राण्येतानि सन्ति हि ॥ ९ ॥
[આરંભમાં નીતિના જ્ઞાનની આવશ્યકતા નથી એમ કેટલાએક શંકા કરે તેનું સમાધાન કરતાં જણાવે છે કે] આરંભમાં નીતિશાસ્ત્ર નવુ એ ઉચિત નથી; કારણ કે વ્યાકરણ જાણ્યા વગર શબ્દનું અને અર્થનું યથાર્થ જ્ઞાન કેમ થાય? તેના ઉત્તરમાં માત્ર એટલુંજ કહેવાનું કે વ્યાકરણ ભણ્યા વિના પણ શું શબ્દ તથા અર્થનું જ્ઞાન થતું નથી ? વ્યાકરણના અભ્યાસ કર્યા વગર પણ (સાધારણ વ્યાકરણના ગ્રંથેાથી) શબ્દાર્થનું જ્ઞાન થાય છે. તેમજ પ્રાકૃત પટ્ટાથાનુ જ્ઞાન (પણ) તર્કશાસ્ત્રની યુક્તિ જાણ્યા વગર શું ચતું નથી? થાય છે. મીમાંસાશાસ્ત્ર ભણ્યા વગર શું વિધિ નિષેધ વિગેરે નિયમનું જ્ઞાન થતું નથી ? થાય છે. અને વેદાંત શાસ્ત્ર ભણ્યા વગર દેહુ નારાવંત છે તથા આત્મા અમર છે એવુ જ્ઞાન શું થતું નથી? થાય છેજ. અર્થાત્ વ્યાકરણાદિક શાસ્ત્રા પાતપાતાના એકજ વિષયને પ્રતિપાદન કરે છે, પરંતુ તેથી સર્વ વિષયનું જ્ઞાન થતુ નથી, પણ નીતિશાસ્ત્રથી સર્વ વિષયનું જ્ઞાન થાય છે. (તે ભણવાથી સર્વ વિષયમાં કુશળતા આવે છે.) ૭–૯
For Private And Personal Use Only