________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પુરૂષે, સ્ત્રીને તથા પુત્રને, શક્તિ પ્રમાણે, અન્ન, વસ્ત્ર અને આભરણ આપીને તેનું પાલન પોષણ કરવું; મધુર તથા કોમળ વાણીથી તેઓને બોલાવવા અને નિરંતર પોતાની પાસે જ રાખવાં. ૨૩
चैत्यपूज्यध्वजाशस्तच्छायाभस्मतुषाशुचीन् । नाक्रमेच्छर्करालोष्टबलिस्नानभुवोऽपि च ॥ २४ ॥ રસ્તા ઉપરના વડ વગેરે ઝાડ અથવા તે દેવમંદિરે, પુજ્ય પુરૂષો, વજાપતાકાઓ, અશુભ વસ્તુની છાયાઓ, ભસ્મ, ચોખાનાં ફોતરાં, અપવિત્ર વસ્તુ, સાકર, માટી, પૂજાને સામાન, તથા સ્નાનભૂમિ આટલી વસ્તુ મનુષ્ય ઓળંગવી નહીં. ૨૪
नदी तरेन्न बाहुभ्यां नाग्निं च्छन्नमभिव्रजेत् । सन्दिग्धनावं वृक्षं च नारोहेदुष्टयानकम् ॥ २५ ॥
બે હાથવતી પૂરવાળી નદી તરવી નહીં, રાખ વગેરેથી ઢાંકેલા અગ્નિ તરફ જવું નહીં, સંદેલવાળા નાવમાં બેસવું નહીં, સહવાળા તટી પડશે કે કેમ તેવા ઝાડ ઉપર ચઢવું નહીં, તથા ૬૪ વાહન ઉપર બેસવું નહીં. આ
नासिका न विकृष्णीयान्नाकस्माद्विलिखेद्धवम् ।
न संहताभ्यां पाणिभ्यां कण्ड्येदात्मनः शिरः ॥ २६ ॥ - નાકને બહુ ખેંચવું નહીં, કારણ વગર અકસ્માત પૃથ્વીને ખેતરવી નહીં, અને બે હાથ ભેળા કરીને પેતાના માથાને ખજવાળવું નહીં. ૨૬
नाङ्गश्चेष्टेत विगुणं नासीतोत्कंटुकश्चिरम् ।। देहवाक्चेतसां चेष्टाः प्राश्रमाद्विनिवर्तयेत् ॥ २७॥
શરીરના કોઈ પણ અવયવડે વિરૂદ્ધ આચરણ કરવું નહીં, કોઈપણ વસ્તુ માટે ઘણીવાર સુધી ઉત્કંઠિત થઈને બેસી રહેવું નહીં, અને શ્રમ લાગે નહી તેમ, શરીર, મન અને વાણીનાં કાર્ય કરવાં. ર૭
नोव॑नानुश्चिरं तिष्ठेन्नक्तं सेवेत न द्रुमम् ।
तथा चत्वरचैत्यं न चतुष्पथसुरालयान् ॥ २८ ॥
ઘણીવાર સુધી ઉંચા ઘુંટણ કરીને બેસવું નહીં, રાત્રે ઝાડ નિચે જવું નહીં, ચૌટામાં આવેલા ઝાડ તળે જવું નહીં, તથા ચૌટામાં આવેલા ચૈત્યમાં પણ જવું નહીં. ૨૮
शून्याटवीशून्यगृहश्मशानानि दिवापि न । सर्वथेक्षेत नादित्यं न भारं शिरसा वहेत् ॥ २९ ॥ *ત્ય એ જૈન દેવાલય વાચક શબ્દ છે. અથવા તો કોઈ જીવલાંનાં મંદિરોને પણ ચેત્ય કહે છે.
For Private And Personal Use Only