________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખપત્ર લખવાની રીત,
- જ્યાં આગળ પદાર્થો અથવા તે સ્થળ વ્યાપક હોય ત્યાં આગળ હમેશાં કાળવડે આયને અને વ્યયને વ્યાખ્યા કરવા. ૩૭૬
स्थानटिप्पनिका चैषा ततोऽन्यत्सङ्गटिप्पनम् । विशिष्टसंज्ञितं तत्र व्यापकं लेख्यभाषितम् ॥ ३७७ ॥
આ સર્વ લેખને સ્થાનટિપ્પણી કહે છે અને તે સિવાયની બીજી સંઘટિપ્પણું ગણાય છે. સંઘટિપ્પણીના લેખમાં કહેલો વ્યાપક વિષય વિશિષ્ટ (મુખ્ય)ના નામથી ઓળખાય છે. ૩૭૭
आयाः कति व्ययाः कस्य शेषं द्रव्यस्य चास्ति वै। विशिष्टसंज्ञकैरेषां संविज्ञानं प्रजायते ॥ ३७८ ॥
કેટલી આવક છે, કેટલો ખર્ચ છે, કયો પદાર્થ બાકી રહ્યો છે, આ સર્વનું જ્ઞાન વિશિષ્ટ લેખ ઉપરથી થાય છે. ૩૭૮
आदी लेख्यं यथा प्राप्तं पश्चात्तद्गणितं लिखेत् । यथा द्रव्यं च स्थानं चाधिकसंज्ञं च टिप्पनैः ॥ ३७९ ॥
પ્રથમ જે વસ્તુ મળી હોય તે લખવી. ત્યાર પછી તેની સંખ્યા લખવી. ત્યાર પછી વિસ્તારપૂર્વક દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્ય આવવાનું સ્થાનક અને તેનું વિશેષ નામ લખવું. ૩૭૯
शेषायव्ययविज्ञानं क्रमाल्लेख्यैः प्रजायते । स्थलायव्ययविज्ञानं व्यापकं स्थलतो भवेत् ॥ ३८० ॥ વિશિષ્ટ લેખ ઉપરથી ક્રમવાર શેષ આવક અને ખર્ચનું જ્ઞાન થાય છે; અને સ્થાનટિપ્પણું ઉપરથી જુદાં જુદાં સ્થળોમાંથી થતી આવકનું તથા ખર્ચનું જ્ઞાન થાય છે. ૩૮૦
पदार्थस्य स्थलानि स्युः पदार्थाश्च स्थलस्य तु । व्याप्यास्तिथ्यादयश्चापि यथेष्टा लेखने नृणाम् ॥ ३८१ ॥
કોઈવાર પદાથે વ્યાપક હોય છે અને સ્થળે વ્યાપ્ય હોય છે તથા કઈવાર સ્થળ વ્યાપક હોય છે અને પદાર્થો વ્યાપ્ય હોય છે. તેમજ તિથિયો પણ કઈવાર વ્યાપક અને કોઈવાર વ્યાખ્ય હોય છે માટે લેખએ રીત પ્રમાણે ઈચ્છાનુસાર લખવું. ૩૮૧
निश्चितान्यस्वामिकाद्या आया ये इतरान्तगाः। विशिष्टसंक्षिका ये च पुनरावर्तकादयः । व्ययाश्च परलेखान्ता अन्तिमव्यापकाश्च ते ॥ ३८२ ॥
For Private And Personal Use Only