________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખપત્ર વિચાર..
રાજ જેની સેવાથી તથા શોર્યતા વગેરેથી પ્રસન્ન થઈને, દેશ ગામ વગેરેને લેખ કરીને તે દેશ વગેરે આપે છે તે પ્રસાદપત્ર ગણુય છે. ૩૦૩
भोगपत्रन्तु करदीकृतं चोपायनीकृतम् । पुरुषावधिकं तत्तु कालावधिकमेव वा ॥ ३०४ ॥
અમુકે આટલે ભાગ લેતા જવું, આવો ઠરાવ કરીને જે લેખ કરવામાં આવે છે તે ભગપત્ર કહેવાય છે. રાજ્યમાંથી આટલું ધન અમુકને આપવું આવો ઠરાવ કરીને જે લેખ કરવામાં આવે છે તે કરદપત્ર કહેવાય છે. ભેટ તરિકે આટલું ધન મળ્યું જશે એ અમુકને લેખ કરવામાં આવે છે તે ઉપાયનપત્ર કહેવાય છે. આટલું દ્રવ્ય અમુક વંશના એક બે કે ઘણા પુરૂને મળશે, આવો જે લેખ કરવામાં આવે છે તે પુરૂષાવધિપત્ર કહેવાય છે. અમુક કાળ સુધી ઘન મન્યા જશે એવો જે લેખ કરી આપવામાં આવે છેતે કાળાધિકપત્ર કહેવાય છે. ૩૦૪
विभक्ता ये च भ्रात्राद्याः स्वरुच्या तु परस्परम् । विभागपत्रं कुर्वन्ति भागलेख्यं तदुच्यते ॥ ३०५ ॥
જે ભાઈઓ વગેરે પિતાની ઇચ્છાથી પરસ્પર જુદા થઈને એક બીજાના ભાગની વેહેચણુ માટે જે લેખ કરે છે. તે ભાગપત્ર કહેવાય છે. ૩૦૫ . गृहभूम्यादिकं दत्वा पत्रं कुर्यात्प्रकाशकम् ।
अनुच्छेद्यमनाहायं दानलेख्यं तदुच्यते ॥ ३०६ ॥
ઘર અથવા તો જમીન વગેરેનું દાન આપીને, આનો કેઈએ નાશ કરવો નહીં અથવા તો છીનવી લેવું નહીં, એ, મનુષ્યના સમક્ષમાં જે લેખ કરવામાં આવે છે તે દાનપત્ર કહેવાય છે. ૩૦૬
गृहक्षेत्रादिकं क्रीत्वा तुल्यमूल्यप्रमाणयुक् । पत्रं कारयते यत्तु क्रयलेख्यं तदुच्यते ॥ ३०७ ॥
ગ્ય કિંમતવાળું અને પ્રમાણવાળું ઘર અથવા તો ક્ષેત્ર વગેરે વેચીને તેને જે લેખ કરવામાં આવે છે તેને કય (વેચાણ) પત્ર કહે છે. ૩૦૭
जङ्गमस्थावरं बन्धं कृत्वा लेख्यं करोति यत् । गोप्यभोग्यक्रीयायुक्तं सादिलेख्यं तदुच्यते ॥ ३०८ ॥
જંગમ મીલકત તથા સ્થાવર મિલક્ત ઘરે મૂકીને તેનો ગુપ્ત રીતે ભોગવટે સ્વાધીન રાખી જે લેખ કરવામાં આવે છે તેને સાદપત્ર કહે છે. ૩૦૮
ग्रामो देशश्च यत्कुर्यात्सत्यलेख्यं परस्परम् । राजविरोधिधर्मार्थ संवित्पत्रं तदुच्यते ॥ ३०९ ॥
For Private And Personal Use Only