________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી ધર્મ.
વિજય કરાવ-પરંતુ તેનું અપમાન કરવું નહીં. તેમ રાણું અને રાજકન્યાનું પણ અપમાન કરવું નહીં. ર૬૭
राजसम्बन्धिनः पूज्याः सुहृदश्च यथार्हतः । नृपाहूतस्तुरं गच्छेत्त्यत्का कार्य्यशतं महत् ॥ २६८ ॥ રાજાના સંબંધીને તથા રાજાના મિત્રોને યાચિત માન આપવું. અને રાજા બોલાવે ત્યારે સો મેટાં કામ પડતાં મૂકીને તુરત રાજાની પાસે જવું. ૨૬૮
मित्रायापि न वक्तव्यं राजकार्य सुमन्त्रितम् । भृति विना राजद्रव्यमदत्तं नाभिलाषयेत् ॥ २६९ ॥ રાજાનું નિશ્ચય કરેલું અતિ ગુપ્ત કાર્ય મિત્રને પણ કહેવું નહીં અને પગાર શિવાય રાજાના આપ્યા વિના રાજાના ઘનની ઈચ્છા રાખવી નહીં. ૨૬૯
राजाज्ञया विना नेच्छेत्कार्यमाध्यास्थकी भूतिम् । न निहन्याद्र्व्यलोभात्सत्कार्य यस्य कस्यचित् ॥ २७० ॥
રાજાની આજ્ઞાવિના, કાર્ય પુરૂ કર્યા સિવાય, વચમાં પગાર લેવાની ઈચ્છા કરવી નહીં તથા ધનના લોભથી હરોઈન પણ શુભ કામને નાશ કરો નહીં. ર૭૦
મંત્રી ધર્મ. स्वस्त्रीपुत्रधनप्राणैः काले संरक्षयेन्नपम् । उत्कोचं नैव गृहीयान्नान्यथा बोधयेन्नृपम् ॥ २७१ ॥
મંત્રીએ આપત્તિ સમય ઉપર પોતાનાં સ્ત્રી, પુત્ર, ધન તથા પ્રાણ જતાં કરીને રાજાને બચાવ કર, તેના દેશમાંથી કે રાજ્યમાંથી લાંચ લેવી નહીં. અને રાજાને અવળું સમજાવવું નહીં. ૨૭૧
अन्यथा दण्डकं भूपं नित्यं प्रबलदण्डकम् । निगृह्य बोधयेत्सम्यगेकान्ते राजगुप्तये ॥ २७२ ॥
મંત્રી પ્રજાને વૃથા શિક્ષા કરનારા તથા ભચંકર શિક્ષા કરનારા રાજાને પોતાના સ્વાધીન કરવો–સમય ઉપર કેદપણું કરવો, અને રાજ્યની રક્ષા માટે એકાંતમાં તેને બોધ આપ. ૨૭૨
हितं राज्ञश्चाहितं यल्लोकानां तन्न कारयेत् । नवीनकरशुल्काचैर्लोक उद्विजते ततः ॥ २७३ ॥
For Private And Personal Use Only