________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
ઉભયને!–રાજા અને પ્રજાને માર્ગસ્થ રાજા છે. પ્રજાના પિતા તે રાજા છે; રાજા એ પ્રજાને દૃષ્ટાંત છે. “રાજા જે પ્રમાણે વર્તતા હોય તે પ્રમાણે પ્રજા વર્તે એવા પ્રકાર છે; અને રાજ્યશાસન કરતાં જીવિતનું વર્તન એ વિશેષ એધક છે.” માટે રાજાએ, તેના મંત્રિમંડળે, તેના સામંત વર્ગે અને તેના કુમારે એવા વર્ઝને વર્તવાનું પ્રાચીન મહર્ષિએ આધે છે કે જેથી સામ્પ્રત અને ભવિષ્યની પ્રજા આડે માર્ગે વહે નહિ. રાજા, પ્રજાના સુખ દુઃખના પર્વત ભાર સાથે જ જન્મેલો છે; ને એક ગ્રંથકાર લખે છે કે,.
A Sovereign's great example forms a people,
The public breast is noble, or is vile,
As he inspires it.
આ રીતે સર્વ મહાત્માએ રાજાને પ્રજા સુખ દુઃખના અગ્રેસર ગણ્યા છે; અને તેજ પ્રમાણે પ્રાચીન આર્ય પ્રજાએ પણ માન્યા છે.
અસુરા—દૈત્યોના ગુરૂ શ્રીમંત શ્રી શુક્રાચાર્યે, રાજાને સંખેાધીને આ નીતિ શાસ્ત્ર ( the science of ethics and politics) રચ્યું છે. જેતે નીતિવિધા (the science of morality) અથવા ધર્મનીતિ, સદાચરણનીતિ (morals) કહે છેતે નીતિશાસ્ત્ર આ નથી; અથવા જે સાધુવૃત્તનીતિ (conduct) કહે છે, અથવા જે નીતિને નય-માર્ગદર્શન ( guidence) કહે છે તે નીતિ પણ આ નથી; પણ જે નીતિને વ્યવહાર કાર્ય (course of action) કહે છે તે નીતિશાસ્ત્ર, આ શુક્રનીતિ છે. નીતિ એટલે ન્યાય પરાયણ વર્તવું. આ ઉદ્દેશને સર્વ પ્રકારની નીતિમાં સમાવેશ થયલા છે. નીતિનય—ન્યાય એ સર્વ એક જ છે, પણ તેનાં સ્વરૂપ, કાર્યપરત્વે નિરનિરાળાં હૈાય છે. મહાન્ તત્ત્વશોધક, લિખિત અથવા મ્હાંડાના નિયમથી જે નીતિનું શુદ્ધ સ્વરૂપ દર્શાવી ગયા છે તે ધર્મનીતિ (morality) છે. તત્ત્વશોધકો ને મહર્ષિ તરફથી એમ નિર્માણ થયેલું છે કે માણસની વૃતિ પ્રારંભથી પાપમય છે, પણ તેને આડે માર્ગે નહિ ફાટવા માટે, પ્રતિબંધરૂપ મનુષ્યના હૃદય, આત્મા, મન કે કોઇ અગાચરસ્થાનમાં, એક મહત્વવાળી શક્તિ નિર્મિ છે. તે અંતઃકરણ (conscience) છે.
આ અંત:કરણ સર્વોપરી છે, સ્વતંત્ર છે, અને તેને ધર્મ એ જ છે કે નિરંતર યથાયોગ્ય સત્યમેાધ આપવા. એની સમીપમાં વિકાર (passion) અને ભાવ (attitudes) નામની એ શક્તિ છે. આ બંને પણ સ્વતંત્ર છે, તે અ
For Private And Personal Use Only