________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
• જગત્ની રચના એવી થઇ પડી છે કે પ્રપંચ વ્યવસાય વિના બીજી વાર્તા સાંભળવામાં આવતી નથી, અને નીતિનું તેના કોઇ પણ સ્વરૂપમાં પૂજન થવું એ દુર્લભ થઇ પડયું છે. નીતિને પાઠ તે માત્ર મ્હાંડાના શબ્દોની ખાળચેષ્ટા જેવા ગણાય છે: રાજા ને પ્રજામાં, શ્રેતા તે વતામાં, ગુરૂ ને શિષ્યમાં, ધારા તે સત્તામાં સર્વત્ર—સર્વ વ્યાપક અને કદાચ આ પ્રકાર સતત ચાલુ રહ્યો તે તેનાં ફળ સામ્પ્રત પ્રજાને મધુરાં હિ મળે. પ્રાચીનકાળના મહાશયા, મહર્ષિએ ને પૂજ્યપાદ પુરૂષાએ, વિતને ઉપયોગ વ્યવસાય કાર્યમાં કે પ્રપંચશ્રૃતિમાં ‘પરમ’ માન્યા નથી, પણ તેઓએ પરકાર્ય, લોકહિત અને પરલાકના સુખમાં જીવિત હેતુ પરમ’ માન્યા છે; અને તેને અનુસરવા, વ્યવહારમાં સદૂત્તને વર્તવા, નિયમે આંધ્યા છે. સૌથી મોટા ભાર રાજા પર મુકયા છે. રાજા એ મનુષ્ય વિતને! આધારભૂત છે, તે પ્રજાનું ધ્યેય કે અત્રેય એ સર્વ રાજાપર આધાર રાખે છે. રામે પણ આવા જ વિચારથી સતી સીતાના ત્યાગ કીધેા હતા–રખેને મારા વર્ઝનનું અનુકરણ પ્રજા કરતાં શિખે. રાજા જે ધર્મવિદ્ હશે તે પ્રજા તેવી થશે, રાા વ્યસની હશે તે પ્રજા યથેચ્છ તેવી થશે. રાજા નીતિને પાક ને પ્રવર્તક છેજ ને હાવે જ જોઇયે. તે જો વિશુધ્ધિ પાળનારા નહિ હાય તે પ્રજાહિતને ભારે હાનિ પહેાચશે. આવા સુદૃઢવિચારને અનુસરનારા મર્ષિઓએ, વ્યવહાર સરલ સ્વચ્છ સુધડ થાય તે અર્થે, રાજાને સંમેાધી, નીતિશાસ્ત્ર રચ્યું છે; ને તેમાં પૂર્વ પૂર્વના દૃષ્ટાંતાથી ઉપદેશ દીધો છે કે સર્વેકૃષ્ટ રીતિયે વર્તી ગયેલાના દૃષ્ટાંતનું અનુસરણ કરવાથી, રાજાના પંડના ને પ્રજાના હિતના સુખમાં હાનિ પહેાચશે નહિ. રાજ્યવ્યવહારમાં કાયદાનું બંધન ગમે તેવું સપ્તાઈ ભરેલું હાય, પણ તેનું કશુંએ ફળ મળતું નથી. કાયદા કરતાં વિશેષ અગત્યની જે વસ્તુ છે તે હૃદય શુદ્ધિ અને આચરણ વિશુધ્ધિ છે, અને તેજ જીવિતને દીપાવે છે ને રૂડે માર્ગે પ્રેરે છે. કાયદાના નિયમ સર્વસ્થાને લાગુ પડતા નથી— ગુપ્ત કરેલા ગુન્હાનું ફળ કાયદા આપતે નથી—તે રાજ સાશનના ફળની અસર નથી. પણ હૃદય શુદ્ધ નીતિ અને આચરણના નિયમાનુસાર વર્તેલા કે વિપરીત વર્તેલાનું ફલિતાર્થ, (!) આપણે જેમ શ્વાસેાશ્વાસ લઇયે છિયે તેમ, એ પ્રાપ્ત થાય છે કે આખા જગત્માં તેની કીર્તિ કે અપકીર્ત્તિ વ્યાપિ જાય છે, ને ચાલતા ને આવતા વંશજોના સુખદુઃખ, લાભ હાનિના તે સ્થિરવીર સ્થંભ ઝળહળતા માર્ગ દાખવે છે.
For Private And Personal Use Only