________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
નિત્યં વિનરત મૃત્યે અજ્ઞ: પ્રિય મતા
स्वस्वाधिकारकार्य यदाकुर्यात्सुमना यतः ॥ २४९ ॥ જે સેવક હંમેશાં રાજાની સેવામાં તત્પર રહે છે, તે રાજાને માની થઈ પડે છે. કારણ કે તે પોતાના અધિકારનું કામ કરે છે તેથી રાજાની તેના ઉપર પ્રીતિ થાય છે. ર૪૯
न कुर्यात्सहसा कार्य नीचं राजापि नो दिशेत् । तत्कार्यकारकाभावे राज्ञः कार्य सदैव हि ॥ २५० ॥ રાજા કામ બતાવે પણ રાજસેવકે સહસા કામ કરવું નહીં અને રાજાએ સેવકને તેના યોગ્ય કામ બતાવવું, પણ હલકું કામ બતાવવું નહીં. તદપિ સમય ઉપર, રાજાનાં કનિષ્ઠ કાર્ય કરનારે મનુષ્ય ન હોય તો સેવકે તે કામ હંમેશાં જ કરવું-સેવા એ એક મંત્રરહિત વશીકરણ છે. ૨૫૦
काले यदुचितं कर्तुं नीचमप्युत्तमोऽर्हति । - यस्मिन्प्रीतो भवेद्राजा तदनिष्टं न चिन्तयेत् ॥ २५१॥
સમય ઉપર હલકું કામ કર્યા વિના ચાલે તેમ ન હોય તે ઉત્તમ સેવકે તે કામ પણ કરવું; કારણ કે તે કામ કરવાથી રાજા પ્રસન્ન થાય છે; અને તેવા કામ કરવાથી સેવકે રાજા તરફનું માઠું લગાડવું નહીં. ૨૫૧ __ न दर्शयेत्स्वाधिकारगौरवन्तु कदाचन ॥ २५२ ॥ સેવકે કોઈપણ દિવસે પિતાના અધિકારની મહત્તા બતાવવી નહીં. રપર परस्परं नाम्यसूयुर्न भेदं प्राप्नुयुः कदा ।
राज्ञा चाधिकृताः सन्तो स्वस्वाधिकारगुप्तये ॥ २५३ ॥ રાજાના અધિકારીએ પોતપોતાના અધિકારના બચાવ માટે એકબીજાની ઈર્ષા કરવી નહીં તથા કોઈ દિવસ પરસ્પર કલહ કરવો નહીં. ર૫૩
अधिकारिगणो राजा सवृत्तौ यत्र तिष्ठतः । उभौ तत्र स्थिरा लक्ष्मीर्विपुला सम्मुखी भवेत् ॥ २५४ ॥
જ્યાં રાજા અને તેના અધિકારી બને જણઓ સદાચરણમાં વર્ત છે, ત્યાં આગળ લક્ષ્મી સ્થિર, વિશાળ અને અનુકૂળ થાય છે. ૨૫૪
अन्याधिकारवृत्तन्तु न ब्रूयाच्छुतमप्युत । राजा न श्रृणुयादन्यमुखतस्तु कदाचन ॥ २५५ ॥ અધિકારીએ બીજાના કામનું વૃત્તાંત સાંભળવામાં આવ્યું હોય તે પણ તે રાજાને જાહેર કરવું નહીં, તેમ રાજાએ પણ કોઈવાર એક અધિકારીના
For Private And Personal Use Only