________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસેવક,
છે, પોતાને પ્રસંદ નહી તેવી બાબત પિતાના સેવકના સંબંધમાં હોય તે તેને પણ ધન્યવાદ આપે છે, સેવકની સાધારણ ભેટ પણ સ્વીકારે છે અને સાધારણું કામ કરનારા સેવકો સાથે વાર્તાલાપ કરતાં, વચમાં પ્રસન્ન થઈને, સેવકોને સંભારે છે. આ પ્રમાણે અનુરક્ત રાજાનાં લક્ષણ છે. સેવકે તે રાજાની સેવા કરવી. ૨૪૦-૨૪૩
રાજસેવક,
तद्दचवस्त्रभूषादिचिई सन्धारयेत्सदा । न्यूनाधिक्यं स्वाधिकारकार्ये नित्यं निवेदयेत् ।
तदर्था तत्कृतां वार्ता शृणुयाद्वापि कीर्तयेत् ॥ २४४ ॥ રાજસેવકે સદા રાજાનાં આપેલાં વસ્ત્ર, ઘરેણાં વગેરે રાજ્ય ચિહે ધારણ કરવાં. પોતાના અધિકારના કાર્યમાં કઈ પૂનાધિક હોય તે નિરતર રાજાને નિવેદન કરવું તથા રાજા સંબંધી વાર્તા અથવા તે રાજાએ કહેલી વાર્તા સાંભળવી અને રાજાના હિતની વાત રાજાને પણ કહેવી. ૨૪૪
चारसूचकदोषेण त्वन्यथा यहदेन्नृपः ।। शृणुयान्मौनमाश्रित्य तथ्यवन्नानुमोदयेत् ॥ २४५ ॥ રાજા ગણોના અને ચાડીયાઓના દેષથી જે કંઈ વિરૂદ્ધ બોલે તે રાજસેવકે મન રહીને સાંભળી લેવું, પરંતુ સત્યની પેઠે તેને સ્વીકાર કર નહીં. ૨૪૫
आपद्तं सुभर्तारं कदापि न परित्यजेत् ॥ २४६ ॥ एकवारमप्यशितं यस्यान्नं ह्यादरेण च । तदिष्टं चिन्तयेन्नित्यं पालकस्याञ्जसा न किम्? ॥ २४७ ॥
અનુરક્ત સદ્ગણું રાજ, આપત્તિમાં આવી પડી હોય તે પણ કોઈ દિવસ તેને ત્યાગ કર નહીં. કારણ કે આપણે એક વખત પણ આદરપૂર્વક જેનું અન્ન ખાધું હોય તેનું હંમેશાં ભલું ઈચ્છવું જોઈએ, તે આપણું પાળકનું ભલું ખરેખરી રીતે કેમ ન ઈચ્છવું. ૨૪૬-૨૭
अप्रधानः प्रधानः स्यात्काले चात्यन्तसेवनात् । प्रधानोऽप्यप्रधानः स्यात्सेवालस्यादिना यतः ।। २४८ ॥ સાધારણ મનુષ્ય પણ રાજાની બહુ સેવા કરવાથી સમયે પ્રધાનપદ મેળવે છે, અને પ્રધાન છતાં પણ સેવા કરવામાં આળસ્ય કરવાથી સમયે પ્રધાનપદ ઉપરથી દૂર થાય છે. ૨૪૮
For Private And Personal Use Only